પોરબંદર
બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે.ત્યારે પોરબંદર ખાતે આ પરીક્ષાને લઇ ને બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી તા. 28 માર્ચથી યોજાશે.આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને કોઈ વિઘ્ન વિના પૂર્ણ થાય તે માટે કલેકટર ની અધ્યક્ષતા માં પીજીવીસીએલ,એસટી,શિક્ષણ સહિતના વિભાગો ના અધિકારીઓ ની બેઠક યોજાઈ હતી.જેમાં આ પરીક્ષામા પ્રામાણિક પણે ફરજ બનાવવા અધિકારીઓને શપથ લેવડાવ્યા હતા.
જીલ્લા શિક્ષણાધિકારી કે ડી કણસાગરા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ધો. 10 માટે જિલ્લામાં 10 કેન્દ્રો અને 37 બિલ્ડીંગ ખાતે 9368 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.તથા ધો. 12 સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્ર અને 17 બિલ્ડીંગ ખાતે 4245 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે.જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 કેન્દ્ર ખાતે 2 બિલ્ડીંગમાં 400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષા શાંત વાતાવરણમાં યોજાઈ તે માટે કલેકટર દ્વારા સૂચના મુજબ જિલ્લાની તમામ કચેરીના વર્ગ 2ના અધિકારીઓ અથવા પ્રોફેસરોને સ્થાનિક સ્કવોડ માં સામેલ કરવામાં આવશે.તેમજ માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા પણ સ્કવોડ ની રચના થશે.તમામ કેન્દ્ર ખાતે બિલ્ડીંગ કંડકટર, સુપરવાઇઝરો સહિત કુલ 800 અધિકારી કર્મચારી ફરજ બજાવશે.આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ રહેશે.
જુઓ આ વિડીયો