પોરબંદર
પોરબંદર જીલ્લા માં કોરોના ની ત્રીજી લહેર બાદ આજ થી પ્રત્યક્ષ શિક્ષણ શરુ થયું છે.ત્યારે વિદ્યાર્થીઓ માં ખાસ્સો ઉત્સાહ જોવા મળતો હતો.જો કે જીલ્લા માં ૧૯૦ શિક્ષકો ની ઘટ હોવાથી વહેલીતકે શિક્ષકો ની ભરતી કરવા માંગ ઉઠી છે.
કોરોનાની ત્રીજી લહેર બાદ હવે ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઇ છે,ત્યારે આજે પોરબંદર માં વિદ્યાર્થીઓને શાળાએ આવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.મોર્નિંગ સ્કૂલોના કેમ્પસ આજે સવારે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠયા હતા.ઓફલાઇન સ્કૂલો શરૂ થવાના પ્રથમ દિવસે પોતાના સંતાનોને મુકવા આવેલા વાલીઓના કારણે સ્કૂલ બહાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.તો બીજી તરફ શિક્ષકો પણ વિદ્યાર્થીઓની હાજરી જોઇને ખુશ થયા હતાં.
આજે શાળાઓમાં 70થી 75 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી છે.આજથી શાળાઓ ખાતે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે પરંતુ ધોરણ 1 થી 5 મા 134 શિક્ષકોની ઘટ છે.જયારે ધોરણ 6 થી 8 મા 56 શિક્ષકોની ઘટ છે.જિલ્લામાં ધો.1 થી 8 ની 310 સરકારી શાળા છે.તેમજ ધોરણ 9 થી 12 ની 23 સરકારી શાળા છે.જેમાં ધોરણ 1 થી 8 ની શાળામાં કુલ 190 શિક્ષકની જગ્યા ખાલી છે.ત્યારે આ શિક્ષકોની જગ્યા વહેલીતકે ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ અંગે શિક્ષણ અધિકારી કે.ડી.કણસાગરા એ જણાવ્યું હતું કે,સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો ની ભરતી ને મંજુરી અપાઈ છે.જેથી થોડા જ દિવસો માં લાયકાત ધરાવતા પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં આવશે.હાલ માં ધો 9 થી ૧૨ માં ૧૫ શિક્ષકો ની ઘટ હતી જેમાં પ્રવાસી શિક્ષકો ની નિમણુક કરાઈ છે.જયારે ધો. 9 થી 12ની ગ્રાન્ટેડ શાળાઓ માં પણ 43 પ્રવાસી શિક્ષકની નિમણુંક કરવામાં આવી છે.
જુઓ આ વિડીયો