પોરબંદર
પોરબંદર જીલ્લા માં આજ થી ફ્રન્ટ લાઈન વર્કર્સ,હેલ્થકેર વર્કર્સ ઉપરાંત 60 વર્ષથી ઉપરના બીમારી ધરાવતા નાગરીકોને કોરોના વેક્સીનનો પ્રીકોશન ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે.જેમાં પ્રથમ દિવસે ૨૩૪૦ લોકો એ પ્રીકોશન ડોઝ લીધો હતો.
પોરબંદર સહીત રાજ્યભર માં કોરોના ના કેસ વધી રહ્યા છે.કોરોના થી સુરક્ષા માટે વેક્સીન અસરકારકઉપાય છે.ત્યારે સરકાર દ્વારા 15 થી 18 વર્ષ વચ્ચેના કિશોર-કિશોરીઓને રસી આપવાની શરૂઆત કર્યા બાદ આજ થી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ,અને 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડીટી ધરાવતા નાગરિકોને વેક્સીન નો પ્રીકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
ઉપરોક્ત કેટેગરી માં આવતા જે નાગરિકોએ બન્ને ડોઝ લીધેલો હોય,તેમજ બીજા ડોઝ ને નવ મહિના એટલે કે 39 વિક પૂરા થયેલા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશનરી ડોઝ આપવામાં આવી રહ્યો છે.ઇન્ચાર્જ ડીડીઓ એસ ડી ધાનાણી એ જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસે ૫૫ સ્થળો એ કોવીશિલ્ડ અને ૨૯ સ્થળો એ કોવેક્સીન આપવામાં આવી હતી.જેમાં ૨૩૪૦ લોકો એ વેક્સીન નો પ્રીકોશન ડોઝ લીધો હતો.
જીલ્લા માં કોરોના વેક્સીન ના બન્ને ડોઝ લીધા હોય તેવા ૪૨૩૮ હેલ્થકેર વર્કર્સ,૧૬,૪૪૨ ફ્રન્ટ લાઈન વર્કર્સ છે.ઉપરાંત ૬૦ વર્ષ થી વધુ વય ધરાવતા ૬૮૧૭૮ લોકો છે જેમાં કોમોર્બીડ લક્ષણો ધરાવતા વડીલો સહિતના ને તબક્કાવાર રસી આપવામાં આવશે.કોરોના વેક્સીનનો પ્રીકોશન ડોઝ લેવા માટે પણ વડીલો માં ઉત્સાહ જોવા મળતો હતો.અને રસીકરણ કેન્દ્રો ખાતે વેક્સીન માટે કતારો લગાવી હતી.
જુઓ આ વિડીયો