પોરબંદર
પોરબંદર જીલ્લા માં ચણા નો પાક તૈયાર હોવાથી ટેકા ના ભાવે ચણા ની ખરીદી પુરજોશ માં ચાલી રહી છે.જેમાં અત્યાર સુધી માં ૨૫૭૪ ખેડૂત ના ચણા ની ખરીદી કરવામાં આવી છે.
પોરબંદર જીલ્લા માં પોરબંદર તાલુકામાં 27520 હેકટરમાં ચણાના પાકનું વાવેતર થયું છે.જ્યારે રાણાવાવ તાલુકામાં 3550 હેકટર અને કુતિયાણા તાલુકામાં 22750 હેકટર ચણાનું વાવેતર થયું છે.આમ જિલ્લામાં કુલ 53820 હેકટરમાં ચણાનું વાવેતર થયું છે.ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે તા. 1 માર્ચથી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા પોરબંદર અને રાણાવાવ તાલુકાની ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે.
હાલ માં ચણા નો પાક તૈયાર હોવાથી માર્કેટિંગ યાર્ડ ચણા થી ઉભરાઈ રહ્યું છેટેકા ના ભાવે વેચાણ માટે બન્ને તાલુકા માંથી કુલ 6300 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ત્યારે તા. 28 સુધીમાં 1380 ખેડૂતોને એસ એમ એસ કરી બોલાવવામાં આવ્યા હતા.જેમાંથી 1280 ખેડૂતો આવ્યા હતા.જેમાંથી ત્રણ ખેડૂત ના ચણા રીજેક્ટ થયા છે.જયારે કુતિયાણા ખાતે ભારત મિલમાં ચણાની ખરીદી ચાલુ છે.જેમાં ૪૭૦૦ ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા.જેમાંથી 1405 ખેડૂતને બોલાવવામાં આવતા 1280 ખેડૂતો આવ્યા હતા.જેના ચણા ની ખરીદી કરવામાં આવી હતી.હજુ 29 મેં સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ રહેશે.તા ૨૫ થી તા ૩૧ સુધી માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડીંગ ને લઇ ને બંધ હોવાથી ખુલ્લી બજાર માં ચણા નું વેચાણ બંધ છે.અને આમ પણ યાર્ડ માં ચણા ના ભાવ રૂ ૮૪૫ થી ૧૦૦૫ હોવાથી ટેકા ના ભાવે રૂ ૧૦૪૬ ના મણ ના ભાવે વેચાણ માં ખેડૂતો વધુ ઉત્સાહ દાખવી રહ્યા છે.
જુઓ આ વિડીયો