
પોરબંદર જિલ્લામાં આજથી 12 થી 14 વર્ષના 25700 બાળકોને કોરોના વેક્સીનેસનની કામગીરી શરૂ થશે.જેમાં પ્રથમ દિવસે 40 સ્થળો એ 6000 બાળકોને રસી આપવાનું આયોજન કરાયું છે.
પોરબંદર સહીત રાજ્યભર માં આજે તા.16 થી 12 થી 14 વર્ષની વયના બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવાની કામગીરી શરુ થશે.ત્યારે પોરબંદર જિલ્લામાં 12 થી 14 વર્ષની વય ધરાવતા અંદાજે 25700 બાળકો નોંધાયા છે. ડીડીઓ વી કે અડવાણી એ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ દિવસે જિલ્લામાં 40 સ્થળો કે જેમાં મુખ્યત્વે પે સેન્ટર શાળાઓ છે.ત્યાં ૬૦૦૦ બાળકો ને રસી આપવાનું આયોજન કરાયું છે.31 ડિસેમ્બર 2010 પહેલા જન્મેલા બાળકોને વેકશીન આપવામાં આવશે.
બાળકોને કોર્બોવેક્સ નામની વેક્સીન આપવાની હોવાથી તેના ૧૪૫૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે.અને ૨૮ દિવસ બાદ આ રસી નો બીજો ડોઝ લઇ શકાશે.વધુ માં તેઓએ જણાવ્ય હતું કે અત્યાર સુધી 60 વર્ષથી વધુ વય ધરાવતા બીમાર વ્યક્તિઓને રસી આપવામાં આવતી હતી.પરંતુ હવેથી 60 વર્ષથી વધુની વય ધરાવતા દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે.અત્યાર સુધી ના કોરોના રસીકરણ અંગે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ માં 5,28,000 લોકો ના ટાર્ગેટ સામે 4,67,000 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.એટલેકે 88.40 ટકા કામગીરી થઇ છે.જયારે 4,48,000 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હોવાથી બીજા ડોઝ ની કામગીરી 95.94 ટકા થઇ છે. જયારે પ્રીકોશન ડોઝ માં 48000 ટાર્ગેટ સામે 34990 લોકોએ ડોઝ લઇ લેતા 71.62 ટકા કામગીરી થઈ છે.
જુઓ આ વિડીયો