પોરબંદર
પોરબંદરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. ૨૨.૨૯ લાખની પૂરાંતવાળું બજેટ મંજુર કરાયું હતું.જેમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તાર ના ચેકડેમ કમ્યુનીટી હોલ તથા રસ્તા ના કામ કરવામાં આવશે.
પોરબંદરમાં જિલ્લા પંચાયત ની જનરલ બોર્ડ ની બેઠક મળી હતી.જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન કારાવદરા ની અધ્યક્ષતા માં જિલ્લા પંચાયતના 2021-૨૨ના વર્ષનું સુધારેલ અને વર્ષ 2૦22-૨૩ નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરાયું હતું.જેમાં 1-4-૨૧ ની ખુલતી સિલક રૂ૧૮૪.૬૫ લાખ તેમજ ૨૦૨૧-૨૨ ની અંદાજીત આવક રૂ. ૨૦૩.૬૪ લાખ મળી કુલ રૂ. ૩૮૮ .૨૯ લાખ માંથી રૂ ૩૬૬ લાખના ખર્ચ સાથે રૂ. ૨૨.૨૯ લાખ ની પૂરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું.
બજેટમાં વિકાસ માટે રૂ. ૯૮ લાખ, પંચાયત માટે રૂ. ૨૭ લાખ, શિક્ષણ માટે રૂ. ૧૯.70 લાખ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 14 લાખ, આઈસીડીએસ માટે રૂ. 13 લાખ, સમાજ કલ્યાણ માટે રૂ. 10 લાખ, જાહેર બાંધકામ માટે રૂ. ૪૩ લાખ, અન્ય પ્રકીર્ણ યોજના માટે રૂ. ૪૨. 50 લાખના ખર્ચે વિકાસના કામો થશે.આ બેઠકમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા,અને અગાઉની સભાની કાર્યવાહી નોંધને યોજાયેલ સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી. તેમજ પ્રશ્નોત્તરી કરાઇ હતી.બેઠકમાં 15 મા નાણાપંચ માંથી મંજૂર થયેલા વિકાસ યોજનાના ગત વર્ષના કામોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તેમજ 15 મા નાણાપંચની જીલ્લા વિકાસ યોજનાના ગત વર્ષના મંજુર થયેલ કામોના સેક્ટર વાઇઝ અગ્રતાક્રમ નક્કી કરી ચાલુ વર્ષે કુલ મળેલ ગ્રાન્ટની મર્યાદામાં મંજુર કરેલ કામોને પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું હતું.
ડીડીઓ અડવાણી એ જણાવ્યું હતું કે ૧૫ માં નાણાપંચ ની ગ્રાન્ટ માંથી મુખ્યત્વે ચેકડેમ,કમ્યુનીટી હોલ તથા રસ્તા ના કામ કરવામાં આવશે.બેઠક દરમ્યાન આરોગ્ય વિભાગના ૭૫ કોન્ટ્રાક્ટબેઝ કર્મચારીઓ પૂરી પાડતી એજન્સી એમ જી સોલંકી અને ડીજી નાકરાણી સામે અગાઉ કર્મચારીઓ ને સમયસર પગાર તથા બોનસ આપવામાં ન આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી તે અંગે ચર્ચા કરાઈ હતી.અને ૧૫ માર્ચ સુધી માં એજન્સી ની કામગીરી ન સુધરે તો તેની જગ્યા એ અન્ય એજન્સી ને કામ સોપવા નિર્ણય લેવાયો હતો.
જુઓ આ વિડીયો