પોરબંદર
પોરબંદર જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ બાદ રસ્તા ના પેચ વર્ક ના નામે કરોડો નો ભ્રષ્ટાચાર થયો હોવાની કોંગ્રેસ દ્વારા કલેકટર ને રજૂઆત કરાઈ છે.અને તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ રજૂઆત માં જણાવ્યું છે.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહીત કોંગી આગેવાનો અને કાર્યકરો એ કલેકટર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે.કે રાણાવાવ, કુતિયાણા તથા પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના રસ્તાઓમા ચોમાસા બાદ ખાડા પડી ગયા હોવાથી ડેમેજ થયેલ રસ્તાઓમાં મેટલનું પેચ બહાનુ બતાવીને ખોટા કામ દેખાડીને અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
જે અંગે તેમના દ્વારા સ્થળ પર જઈ તપાસ પણ હાથ ધરી હતી.જેમાં અનેક સ્થળે ખુબ નબળું કામ થતું હોવાનું ધ્યાને આવ્યું હતું.વધુ માં જણાવ્યું છે કે કડેગી-અમીપુર ના કામના અંદાજે રૂ. 4.57 લાખ,નેરાણા-છત્રાવા રોડના ફેસ1 કામના 4.49 લાખ,નેરાણા-છત્રાવા રોડના ફેસ2 ના 4.89 લાખ,વાડોત્રા-ડૈયર રોડના રૂ. 3.36 લાખ,ધરસણ- ગઢવાણા રોડ ફેસ1 કામના 4.52 લાખ,ધરસણ-ગઢવાણા રોડ ફેસ2 કામના 2.86 લાખ,ધ૨સણ-રેવદ્રા કડેગી રોડના ફેસ1 કામના રૂ. 4.95 લાખ,ધરસણ રેવદ્રા કડેંગી રોડના ફેસ2 કામના રૂ. 4.73 લાખ,પાતા-સરમા રોડ ના કામના રૂ. 4.57 લાખ,રાણાવડવાળા-કેરાળા રોડના કામના રૂ. 4.21 લાખ, અમરદડ એપ્રોચ રોડના કામના 1.90 લાખ સહિત કુલ પાંચ કરોડ ના કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
આ રસ્તાઓમાં કેટલાક રસ્તામાં કોઈ જ ખરાબી ન હોય છતા પણ કામ કર્યું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.તેમજ અમુક રસ્તામાં થોડું રીપેરીંગ કરી મોટી ૨કમોનું કામ દર્શાવવામાં આવ્યું છે.જેથી આ અંગે તપાસ હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
જુઓ આ વિડીયો