Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ખાતે સ્ટાર ફેસ ઓફ ગુજરાત નો ગ્રાન્ડ ફિનાલે યોજાશે:પોસ્ટર લોન્ચ કાર્યક્રમ યોજાયો

પોરબંદર

ઇન્ડિયન બોલીવુડ ક્રાઉન દ્વારા આયોજિત સ્ટાર ફેસ ઓફ ગુજરાત સીઝન 1 નો ગ્રાન્ડ ફિનાલે પોરબંદર ખાતે યોજવામાં આવશે ,તાજેતર માં આ સ્પર્ધા નું પોસ્ટર લોન્ચ કરાયું છે

ઇન્ડિયન બોલીવુડ ક્રાઉન દ્વારા સ્ટાર ફેસ ઓફ ગુજરાત સીઝન 1 નું આયોજન કરવામાં આવ્યું છે જેના પોસ્ટર લોન્ચ નો કાર્યક્રમ પોરબંદર ખાતે કરવામાં આવ્યો હતો આયોજક યોગેશભાઈ જોશી એ જણાવ્યું હતું કે આ શો મારફત નવા ટેલેન્ટ ને તક આપવામાં આવશે જેમાં મુખ્ય પંચ કેટેગરી રાખવામાં આવી છે જેમાં મિસ્ટર ગુજરાત,મિસ ગુજરાત,મીસીસ ગુજરાત,ટીનેજ ગુજરાત,કિડ્સ ગુજરાત નો સમાવેશ થાય છે આ સ્પર્ધા માટે રાજ્ય નાં 30 જેટલા મુખ્ય શહેરો માં ઓડીશન કરવામાં આવશે અને સ્પર્ધા નો ગ્રાન્ડ ફિનાલે પોરબંદર ખાતે યોજવામાં આવશે આ સ્પર્ધા માં વિજેતા થનાર ને રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા માં ભાગ લેવા માટે વાઈલ્ડ કાર્ડ થી એન્ટ્રી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આવી સ્પર્ધા નાં ગ્રાંડ ફિનાલે સામાન્ય રીતે મેટ્રો સીટી કે અન્ય મોટા શહેરો માં યોજાતા હોય છે ત્યારે નાના એવા પોરબંદર શહેર ખાતે પ્રથમવાર આ પ્રકાર નું આયોજન થતા સ્પર્ધા માં ભાગ લેવા સ્પર્ધકો માં પણ ઉત્સાહ જોવા મળે છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે