Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ખાતે રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધા નું સમાપન:બીજા દિવસે મહારાષ્ટ્ર ના સ્પર્ધકો નો દબદબો

પોરબંદર

પોરબંદર ચોપાટી ખાતે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધાનું આજે સમાપન થયું હતું.આજે જુદી જુદી કેટેગરીમાં 1કિમિ,5 કિમિ અને પેરા સ્વીમર માટે 1 કિમીની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં મહારાષ્ટ્ર ના સ્પર્ધકો નો દબદબો રહ્યો હતો.

પોરબંદરના રમણીય દરિયામાં લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધાનું બે દિવસીય આયોજન કરાયું હતું.જેમાં ભારતભર માંથી 600થી વધુ તરવૈયાઓ સમુદ્ર સાથે બાથ ભીડવા પોરબંદર આવ્યા હતા.આજે બીજા દિવસે તરણ સ્પર્ધામા 1 કિમિ,5 કિમિ તેમજ પેરા એટલેકે દિવ્યાંગ સ્વીમરો માટેની 1 કિમીની તરણ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં 300થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ સમુદ્ર ના મોજા સાથે બાથ ભીડી હતી.સ્વિમિંગ દરમ્યાન રેસ્ક્યુ માટે વિવિધ રેસ્ક્યુરની ટીમ તૈનાત કરાઈ હતી.કોઈ અઘટિત ઘટના બન્યા વગર શાંતિપૂર્ણ રીતે આ સ્પર્ધા સંપન્ન થઈ હતી.વિજેતાઓને ટ્રોફી અને પુરષ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
વિજેતાઓ ના નામ

5 કિમિ 14 થી 45

મહારાષ્ટ્રના થાણેનો પ્રત્યય ભટ્ટાચાર્ય પ્રથમ, સુરતનો કાલિકર નિલય બીજા સ્થાને અને મુંબઇનો સંપના સેલર ત્રીજો ક્રમ ઉપરાંત મહિલામાં વડોદરાની સિલ્કી નાગપુરે પ્રથમ, સુરતની મહેક ચોપરા બીજો નંબર, વડોદરા મોનિકા નાગપુરે ત્રીજો ક્રમ મેળવ્યો છે.
5 કિમિ 45 થી વધુ વય
મહારાષ્ટ્રના સાંગલીનો સંજય જાધવ પ્રથમ, મહારાષ્ટ્રનો શ્રીમંત ગાયકવાડ બીજો અને મહારાષ્ટ્રના બારામતીનો સુભાષ બરગે ત્રીજા નંબરે,મહિલાઓમાં આણંદની જશવંતી સુવાગિયા પ્રથમ નંબરે વિજેતા બની છે.
1 કિમિ 6 થી 14
બોયઝમાં રાજકોટનો ધ્રુવ ટાંક પ્રથમ, નવસારીનો સોહમ સુરતી બીજો અને મુંબઇનો જશ રાયકુંડલીયા ત્રીજો નંબર ઉપરાંત ગર્લ્સમાં રાજકોટની રુચિતા ગૌસ્વામી અને પુણેની અનુષ્કા પાંડે પ્રથમ, આસામની કસ્તુરી ગોબોઈ, સુરતની તાસા મોદી બીજા સ્થાને અને થાણે ની આયુશી અખાડે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે.
1 કિમિ પુરુષ પેરા સ્વીમર
મહારાષ્ટ્રના થાણેનો સુચેતન સુપલે પ્રથમ, કલકતાનો રિમો શાહા બીજા નંબરે અને મહારાષ્ટ્રના નાગપુરનો પ્રણવ લોહાલે ત્રીજા ક્રમે ઉપરાંત મહિલા પેરા સ્વીમરમાં મુંબઈની જિયા રાય પ્રથમ, નાગપુરની ઇશ્વરી પાંડે બીજો નંબર આવ્યો છે.
જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે