પોરબંદર
પોરબંદર શહેર માં વરસો થી વસતા બંગાળી પરિવારો દ્વારા દર વરસે વસંતપંચમી ના દિવસ થી બે દિવસીય સરસ્વતી પૂજન નું આયોજન કરવામાં આવે છે.પરંતુ આ વખતે કોરોના મહામારી ને ધ્યાને લઇ સાદાઈપુર્વક એક દિવસીય ઉજવણી કરાઇ હતી.
પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા વસંત પંચમી ની સરસ્વતી પૂજન કરી બે દિવસ ઉજવણી કરવામાં આવે છે.શહેર માં ૩૦ થી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે.ઉપરાંત કોસ્ટ ગાર્ડ અને નેવી માં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે.આ તમામ બંગાળી પરિવારો એ પોરબંદર માં રહી ને પણ પોતાની પરંપરા જાળવી રાખી છે.અને દર વરસે પરંપરાગત રીતે વસંત પંચમીનાં દિવસે સરસ્વતી પૂજા કરે છે.આ પરંપરા પોરબંદર માં ૧૯૬૫ થી ચાલી આવે છે.આ ઉજવણી માં ગુજરાતી પરિવારો પણ જોડાય છે.પરંતુ આ વખતે કોરોના ને લઇ ને એક દિવસીય ઉજવણી કરાઈ હતી. જેમાં આ વખતે પ્રતિમા ની સ્થાપના નાં બદલે સરસ્વતી માતાજી ની છબી ની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સાદાઈ પૂર્વક ઉજવણી કરી હતી.બંગાળી પરિવારો એ જણાવ્યું હતું કે વસંત પંચમીને જ્ઞાનપંચમી પણ કહેવામાં આવે છે.અને આ દિવસે બંગાળી બાળકો પાટીમાં ઓમ લખીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે.
જુઓ આ વિડીયો