પોરબંદર
પોરબંદર જીલ્લા ની દરિયાઈ પટ્ટી પર ૪૦૦ ગેરકાયદે ખાણો મારફત મહીને ૧૦૦ કરોડ ની ખનીજચોરી થતી હોવાનું જણાવી કોંગ્રેસે ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ ને બંગડી આપી કલેકટર ને આવેદન પાઠવ્યું હતું.
પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા એ કોંગી કાર્યકરો ને સાથે રાખી ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ને બંગડીઓ આપી તેઓ ખનીજચોરો ની લાજ કાઢતા હોવાનું જણાવ્યું હતું.અને ખનીજચોરી રોકવાને સમર્થ ન હોય તો બંગડીઓ પહેરી લેવા જણાવ્યું હતું.ત્યાર બાદ કલેકટર ને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે જીલ્લા ની મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર ૪૦૦ ગેરકાયદે ખાણો ધમધમી રહી છે.અને તેના મારફત મહીને ૧૦૦ કરોડ થી વધુ રકમ ની ખનીજચોરી થઇ રહી છે.આ ખાણોમાં વીજળી ની લાઈનમાં ડાયરેક્ટ કનેક્શન નાખી મશીનો ચલાવી વીજચોરી પણ કરવામાં આવે છે.
ઉપરાંત દરિયાઈ પટ્ટી અને ભાદર નદી માંથી મીઠી રેતી ની ચોરી પણ કરવામાં આવી રહી છે.અને આ રેતી ચોરી કરી અંતરિયાળ વિસ્તાર માં તેનો સ્ટોક કરવામાં આવે છે.કુતિયાણા થી જુનાગઢ જતા રસ્તે માંડવા ગામ પાસે હાઇવે પર જ 2 થી 3 કરોડ ની કીમત ની રેતી નો ડુંગર જેવો સ્ટોક કરવામાં આવ્યો છે.ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ મસમોટા હપ્તાઓ વસુલ કરી પોતાનું ઘર ભરી રહ્યા છે.આથી 8 દિવસ માં જો ખનીજચોરી અટકાવવામાં નહી આવે તો કોંગ્રેસ દ્વારા જનતારેડ કરી ખનીજચોરી નો તમામ મુદામાલ ગાંધીનગર મોકલવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
જુઓ આ વિડીયો