પોરબંદર
પોરબંદર માં આવેલ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળનું બિલ્ડીંગ બિસ્માર હોવાથી ઉપર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.અને ગ્રાઉન્ડ ફ્લોર પાર્ટીશન મૂકી તેમાં ઉપર ના માળ ના ફોટા મુકવામાં આવ્યા છે.જેથી પ્રવાસીઓ ઉપર ના માળે જઈ શકતા ન હોવાથી માત્ર ફોટા જોઈને પરત ફરી રહ્યા છે.
પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે વર્ષભર દેશવિદેશ ના હજારો પ્રવાસીઓ આવતા હોય છે.ગાંધીજી નો જન્મ થયો એ ત્રણ માળ ની ઈમારત છે.જ્યાં નીચે ના માળે તેઓનો જન્મ થયો એ ઓરડો અને ઉપર ના માળે વિવિધ ઓરડાઓની દીવાલો માં દુર્લભ પેઇટીંગ તથા દશાવતાર ના ચિત્રો દોરવામાં આવ્યા છે.ઉપરાંત ભીંત ચિત્રો અને કલાત્મક કોતરણી વાળું બાંધકામ ઉપર ના માળે છે.પરંતુ ઉપર ના બન્ને માળ બિસ્માર હોવાથી પુરાતત્વ ખાતા એ અગાઉ ઉપર ના માળે તાળા લગાવી દીધા હતા.જેથી પ્રવાસીઓ નિરાશ થઇ પરત ફરતા હતા.
ત્યાર બાદ તાજેતર માં તંત્ર એ ઉપર ના માળે જવાનો રસ્તો જ બંધ કરી દીધો છે.અને અહી લાકડા નું પાર્ટીશન મુકી દીધું છે.અને તે પાર્ટીશન પર ઉપર ના બન્ને માળ ના વિવિધ રૂમ ના ફોટા મુકવામાં આવ્યા છે.જેથી દુર દુર થી આવેલા પ્રવાસીઓએ નીચે ના માળે ઓરડા ની મુલાકાત લઇ ઉપર ના માળ ના માત્ર ફોટા જોઈ નિરાશ થઇ ને પરત ફરવું પડે છે.કોરોના બાદ હાલ ના વેકેશન માં રાજ્યભર ના પ્રવાસીઓ અહી આવી રહ્યા છે.પરંતુ ઉપર નો માળ બંદ હોવાથી નિરાશ થઇ ને પરત ફરે છે.આથી પુરાતત્વ વિભાગે તાત્કાલિક આ ઐતિહાસિક ઈમારત નું સમારકામ કરવામાં આવે તથા તમામ ઓરડાઓ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો