પોરબંદર
પોરબંદરના DEIC સેન્ટર ડિસએબીલીટીના બાળકો માટે આશીર્વાદ સમાન છે. આ સેન્ટર ખાતે 1 વર્ષમાં 6144 બાળકોની સારવાર કરાઈ છે. પરંતુ મહત્વના નિષ્ણાંત તબીબની ઘટ હોવાથી દર્દીને રીફર કરવામાં આવે છે.
પોરબંદરમાં ભાવસિંહજી સરકારી હોસ્પિટલ સામે DEIC એટલેકે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ચાર વર્ષથી કાર્યરત છે. સરકારની યોજના મુજબ નાના બાળકોમાં ડિસ એબીલીટી શોધી તેને અટકાવી તેનું નિદાન થાય તેવા હેતુથી આ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે બાળકોની વિનામૂલ્યે સારવાર થાય છે. એવા બાળકો કે જે બર્થ ડિફેક્ટ હોય, ડેડીસીયન્સી, ડિસેબીલીટી, બાળકનો વિકાસ મોડો થયો હોય તેવા બાળકોને એક છત નીચે તમામ સારવાર જેવીકે બોડી ચેકઅપ થી લઈને તમામ નિદાન થાય છે. જેમાં 0 થી 18 વર્ષના બાળકો તેમાં પણ ખાસ 0 થી 6 વર્ષના બાળકો જેમનું વજન ઓછું હોય, વિકાસ ઓછો હોય તેમજ જન્મથી પગ, હાથમા ખામી હોય તેવા બાળકોને શોધી તેમની વહેલી સારવાર થાય તે પ્રકારની સેવા કરવામાં આવે છે. આ સેન્ટર ખાતે વિવિધ પ્રકારના મેડિકલ સાધનો છે તેમજ બાદ મનોરંજનના સાધનો છે. હાલ આ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો. મીના ગીરધાની, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીસ્ટ ડો. પ્રશાંત દેવાણી, દાતના તબીબ હિમા ઠાકોર, સોસીયલ વર્કર કે જે સર્ટી કાઢવામાં મદદ કરે છે તે સહિતનાઓ ફરજ બજાવે છે. આ ઉપરાંત સ્પીચ થેરાપીસ્ટ ડેપ્યુટેશન પર દર શનિવારે આવે છે. જ્યારે કેટલાક મહત્વના તબીબોની નિમણુંક કરવાની બાકી હોય જેથી દર્દીઓને અહીંથી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે અથવા અન્ય જિલ્લામાં નિદાન માટે રીફર કરવામાં આવે છે જેથી બાળ દર્દીના વાલીઓને મુશ્કેલી પડે છે. આ સેન્ટર ખાતે 1 વર્ષમાં 6144 બાળકોની સારવાર કરવામાં આવી છે. આમ આ સેન્ટર બાળ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બને છે.
ક્યાં પ્રકારના તબીબોની પોસ્ટ ખાલી છે?
આ સેન્ટર ખાતે સ્પીચ થેરાપીસ્ટ, પીડિયાટ્રિશ્યન કલાક 1, આંખના નિષ્ણાંત તબીબ, સાયકોલોજીસ્ટ, સ્પે. એમ્યુકેટરની પોસ્ટ ખાલી છે.
સેન્ટરના તબીબ અને આરબીએસકે ટીમની કામગીરી
આ સેન્ટરના મેડિકલ ઓફિસર મીના ગીરધાની તથા આરબીએસકેની 10 ટીમ છે જે ફિલ્ડમાં ફરે છે અને બાળકોની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં જઈ ડીઆઈએસ એબીલીટી ધરાવતા બાળકોને શોધી આ સેન્ટર ખાતે રીફર કરે છે અને સારવાર આપે છે.
કાન માટેનું ખાસ મશીન ઉપલબ્ધ કરાયું
આ સેન્ટર ખાતે OAE એટલેકે કાન માટેનું ખાસ મશીન આવેલું છે આ મશીન દ્વારા જન્મજાત બાળકની બહેરાશ અંગેની ખબર પડી શકે છે.
પેરાલીટીક બાળકની સારવાર થાય છે
આ સેન્ટરના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતુંકે, જન્મ સમયે બાળકને ઓક્સિજન ઓછું પહોંચે તો મગજને નુકશાન થાય અને બાળક પેરેલીસીસ થઈ શકે, આવા બાળકોની કસરત કરાવી સારવાર કરવામાં આવે છે.
12 થી વધુ બાળકો સાજા કર્યાં
બાળકને GBS રોગ થાય જેમાં શરૂઆતમાં બાળકને ઉલટી, તાવ, પગથી નબળાઈ આવે અને શરીર પેરેલાઇસ થાય, અહીંના ડો. પ્રશાંત દેવાણીએ સમયસર સારવાર આપી, ફિઝિયોથેરાપી વડે 12 થી વધુ આવા બાળ દર્દીને સાજા કર્યા છે.
ક્યાં વિભાગમાં કેટલા બાળ દર્દીને સારવાર અપાઈ?
આ સેન્ટર ખાતે 1 વર્ષમાં 813 નવા બાળ દર્દી આવ્યા છે. 1696 બાળકોને ફિઝિયોથેરાપી આપી, 1728 દર્દીને મેડિકલ ઓફિસર દ્વારા સારવાર અપાઈ, 1329 બાળ દર્દીને ડેન્ટિસ્ટ દ્વારા સારવાર અપાઈ, 936 બાળકોનું લેબ ટેસ્ટ કરાવ્યું તેમજ ડિસેમ્બર સુધીમાં 455 બાળકોને આંખ માટેની સારવાર મળી છે.
જુઓ આ વિડીયો