પોરબંદર
પોરબંદર માં રાષ્ટ્રીય હિન્દૂ રક્ષા સેના દ્વારા યુવાનોની જાગૃતતા માટે આજે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ સભા સંબોધશે.સમગ્ર હિંદુ સમાજ ને આ વ્યાખ્યાન નો લાભ લેવા અનુરોધ કરાયો છે.
પોરબંદર ખાતે રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠન તથા રાષ્ટ્રીય હિન્દૂ રક્ષા સેનાના સંયુક્ત ઉપક્રમે આજે રવિવારે સાંજે 7 થી 11 વાગ્યા સુધી ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વ્યાખ્યાન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાષ્ટ્રવાદી હિંદુ પ્રખર વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ સભા સંબોધશે.તેઓ રાષ્ટ્રીય એકતા માટે યુવાનોની જાગૃતતા અંગે પોતાની આગવી શૈલીમાં વ્યાખ્યાન અભિપ્રાયો રજૂ કરશે.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રધેય અનિલ ક્રિષ્ના મહારાજ પણ ઉપસ્થિત રહેશે.
પોરબંદર માં પ્રથમ વખત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ નું વ્યાખ્યાન યોજાનાર હોવાથી સમગ્ર હિંદુ સમાજ માં ખુબજ ઉત્સાહ જોવા મળે છે.આ કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદરના સંગઠનના પ્રમુખ દિવ્યેશ જુંગી,મૃગેશ જુંગી,લીલાભાઈ મોઢવાડીયા, વીનેશ મકવાણા સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.અને દરેક હિન્દૂ સમાજના આગેવાનો,પ્રમુખો,વિવિધ હિન્દૂ સમાજની સંસ્થાઓના કાર્યકરોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન ને લઇ ને સંસ્થાઓ ની બેઠક મળી હતી.
જુઓ આ વિડીયો