પોરબંદર
પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા તંત્ર ને રજુઆત કરી પોલીસ,અધિકારીઓ અને રાજકીય આગેવાનોના વાહનો માથી કાળા કાચ અને અધિકારીઓના વાહનોમાંથી લાલ લાઈટ હટાવવામાં આવે તેવી માંગ કરી છે.
પોરબંદરના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ તંત્ર ને પત્ર પાઠવી રજુઆત કરી છે.કે જિલ્લામાં કેટલાક પોલીસકર્મીઓ,અધિકારીઓ, રાજકીય આગેવાનોના વાહનોમાં હજુ પણ કાળા કાચ જોવા મળે છે. તેમજ કેટલાક અધિકારીઓના વાહનોમાં લાલ લાઈટો પણ છે.પોલીસ દ્વારા સામાન્ય વ્યક્તિઓના વાહનો ચેકીંગ થાય છે. અને સામાન્ય લોકોનાં વાહનોમાંથી કાળા કાચ હટાવવામાં આવે છે.તેઓને દંડવામાં આવે છે.પરંતુ રાજકીય આગેવાનો કે અધિકારીઓ નાં વાહનોમાં રહેલ કાળા કાચ તથા પોલીસકર્મીઓ ના વાહનોમાં કાળા કાચ હટાવવામાં આવતા નથી. કાયદો દરેક માટે સમાન હોય તો આવા વાહનો માંથી પણ કાળા કાચ હટાવવામાં આવે તેવી માંગ કરી છે.
જુઓ આ વિડીયો