પોરબંદર
ભરૂચના સાંસદ દ્વારા કરજણ ના મામલતદાર સહિતના સ્ટાફ સામે ગેરવર્તન કરવામાં આવતા પોરબંદર જિલ્લામાં તમામ માલમતદાર, નાયબ મામલતદાર સહિત 132 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા.અને આ સાંસદ લેખિતમાં માફી માંગે તેવી માંગ કરી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ ના મામલતદાર સહીત સ્ટાફને મનફાવે તેમ બોલી ગાળો કાઢી તથા માર મારવાની કોશીષ કરવામાં આવી હતી.જેને લઇ ને રાજ્યના મામલતદારો અને સ્ટાફમાં રોષ ફેલાયો છે. જેથી ગુજરાત મહેસુલી કર્મચારી મંડળના આદેશ મુજબ સાંસદના આવા અસભ્ય વર્તન સામે તેઓ કોઈ લેખીતમાં માફી ન માંગે તો આંદોલનાત્મક પગલા ભરવાનું નકિક કરવામાં આવ્યું હોવાથી પોરબંદર જિલ્લાના તમામ મામલતદારો, નાયબ મામલતદારો,ક્લાર્ક તથા રેવન્યુ તલાટીઓ સહીત કુલ ૧૩૨ કર્મચારીઓ એ ગુરુવારે કાળી પટ્ટી લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
અને શુક્રવારે તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા.અને કામગીરી બંધ રાખી હતી.જીલ્લા મહેસુલી કર્મચારી મંડળ ના પ્રમુખ બી પી અગ્રાવતે જણાવ્યું હતું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા તા.22/2 ના રોજ કરજણ ખાતે થયેલ અકસ્માત સંદર્ભે કરજણના મામલતદાર તથા કચેરીના સ્ટાફ સાથે ફ૨જના ભાગરૂપે અકસ્માત સ્થળ ખાતે રૂબરૂ ગયેલ હતા.આ સમયે ભરૂચના સાંસદ ત્યાં હાજર હતા.અને સાંસદ દ્વારા કોઈપણ જાતની તપાસ વિના મહેસૂલી સ્ટાફને મનફાવે તેમ બોલી બીભીત્સ ગાળો કાઢી તથા માર મારવાની કોશીષ કરવામાં આવેલ હતી.
અકસ્માતમાં મહેસૂલી સ્ટાફનો કોઈ પ્રકારનો વાંક ગુનો ન હોવા અંગે તેઓ વાકેફ હોવા છતાં સમાજમાં એક ઉચ્ચ સ્થાને બેઠેલ સંસદસભ્ય દ્વારા આવું વર્તન નિંદનીય છે.જો સાંસદને મામલતદાર કે મહેસૂલી સ્ટાફ સામે કોઈ વાંધો હોય તો તેઓ યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે છે.પરંતુ સતાના મદમાં ભાન ભૂલેલ સાંસદ દ્વારા અશોભનીય ભાષા પ્રયોગ કરી રાજયના તમામ મહેસુલી સ્ટાફનું મનોબળ તોડવાનો પ્રયાન કરવામાં આવેલ હોય જેથી રાજ્યના મામલતદારો અને સ્ટાફમાં રોષ ફેલાયો છે. જેને લઇ ને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મામલતદાર એસોસિએશન અને રેવન્યુ કર્મચારી મહા મંડળ દ્વારા આગામી રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.જો સાંસદ માફી નહિ માંગે તો હડતાલ ચાલુ રહેશે.અને અચોકકસ મુદ્દત સુધી પેન ડાઉન કરવામાં આવે તેવી પણ શકયતા છે.
જુઓ આ વિડીયો