Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરમાં મહિલા દિન નિમિતે ૧૦૦૦ વિદ્યાર્થીનીઓને ૧૫ દિવસ સુધી સેલ્ફ ડીફેન્સ ની તાલીમ વિનામૂલ્યે અપાશે

પોરબંદર

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે પોરબંદર જિલ્લા પોલીસ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા આર્યકન્યા ગુરુકુળ સહીત વિવિધ શાળા કોલેજો ખાતે ૧૫ દિવસ સુધી ૧૦૦૦ વિદ્યાર્થીનીઓ ને સેલ્ફડિફેન્સ સહિતની તાલીમ આપવામાં આવશે.જે અંગે કાર્યક્રમ યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે પોરબંદર જિલ્લા પોલીસ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા આર્ય કન્યા ગુરુકુળ ખાતે વિદ્યાર્થીનીઓના સ્વરક્ષણ માટે સેલ્ફ ડિફેન્સ, ફિટનેસ અને ન્યુટ્રિશયન અંગે તાલીમ નું આયોજન કરાયું છે.જે અંતર્ગત વિનામૂલ્યે 15 દિવસ સુધી બહેનોને સેલ્ફડિફેન્સ ની તાલીમ આપવામાં આવશે.જેમાં કરાટે સહિતના માર્શલ આર્ટ્સ, પાવર લીફટિંગ, પ્લેન્ક, રનિંગ, ફિટનેસ અંગેની તાલીમ સાથે સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને બેલેન્સ ડાયેટ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

જિલ્લાની અન્ય સ્કૂલ કોલેજો મળી કુલ ૧૦૦૦ વિદ્યાર્થીનીઓ ને આ તાલીમ આપવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની,ડીવાયએસપી રીના રાઠવા,ઉધોગનગર પીએસઆઇ શીતલ સોલંકી,કેતન કોટિયા પ્રિન્સીપાલ ડો.અનુપમ નાગર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ટીમ દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતી આપી પ્રેક્ટીકલ કરતબ પણ કરી બતાવ્યા હતા.અને આફત સમયે બહેનો પોતાનો કેવીરીતે બચાવ કરી શકે તે અંગે પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

એસપી ડો સૈનિ એ જણાવ્યું હતું કે બહેનો ની સલામતી માટે પોલીસ છે.પરંતુ એવા સંજોગો દરમ્યાન પહેલા આત્મરક્ષા શીખવી જરૂરી છે.મહિલાને જો કોઈ તકલીફ હોય અથવા આવારા તત્વો મેસેજ કરી પરેશાન કરતા હોય કે છેડતી કરતા હોય ત્યારે નજીકના પોલીસ સ્ટેશને ડર વગર જવું જોઈએ અને બહેનોનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.100 નંબર અથવા 181 ટીમને પણ જાણ કરવામાં આવશે તો તુરંત મદદ મળશે તેવું પણ જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે