પોરબંદર
પોરબંદરમાં પાયોનિયર ક્લબ દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ કાર્યોની ચર્ચા કરી હતી તેમજ આગામી વર્ષમાં સેવાકીય કર્યો અંગેના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી.
પાયોનિયર ક્લબ પોરબંદર ના સર્વે મેમ્બર્સની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં જ્યેન્દ્રભાઈ ખૂંટી અને કેતનભાઈ પટેલ દ્વારા ક્લબ તરફથી કરવામાં આવેલ પ્રોજેક્ટની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.અને ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રોજેક્ટ વિષે ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે દેગામ ગામના મહેર સમાજ ના પ્રમુખ અને સામાજીક કાર્યકર ભીમભાઈ સુંડાવદરા નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજનના સ્પોન્સર પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા રહયા હતા.તેઓએ જણાવ્યું હતું કે,પાયોનિયર ક્લબ પોરબંદર,સાગરપુત્ર સમન્વય તથા માછીમાર સેલ દ્વારા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી નેત્રમણિ કેમ્પ ગઈકાલે શનિવારે યોજવામાં આવ્યો હતો જેમા નેત્રયજ્ઞનું દીપ પ્રાગટય જીલ્લા પંચાયત ના ભુતપૂર્વ પ્રમુખ રાજશીભાઈ પરમાર,પાયોનિયર ક્લબ ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા,ઉમાબેન ખોરાવા,દિપાબેન ચાવડા, હરજીવનભાઈ કોટિયા,લીલાબેન મોતીવરસના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૨૦૦ દર્દીઓએ ભાગ લીધો હતો.જેમાં ૧૨૦ દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણિ ઓપરેશન માટે 2 બસ દ્વારા રાજકોટ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.આ નેત્રયજ્ઞ ના કાર્યક્રમમાં લાખણશીભાઈ ગોરાણીયા અને એડવોકેટ ભરતભાઈ લાખાણીએ હાજરી આપી હતી. આવનારા સમયમાં પણ વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવશે તેવું મિટિંગમાં આયોજન કરાયું હતું.
જુઓ આ વિડીયો