પોરબંદર
પોરબંદરના ઇન્દ્રેશ્વર મહાદેવથી જુના બંદર સોમનાથ મંદીર તરફ જતા રસ્તા ઉપર બની રહેલા વોકવેના કામ દરમ્યાન જુના પથ્થર કોન્ટ્રાકટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી તે અટકાવવા સામાજિક કાર્યકરે લેખિત રજુઆત કરી છે.
પોરબંદરના સામાજિક કાર્યકર બાવન કાનાભાઈ બાદરશાહીએ ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીને પત્ર પાઠવી રજુઆત કરી છે.કે, ઇન્દ્રેશ્વર મહાદેવ થી જૂના બંદર સોમનાથ મંદીર તરફ જતા રસ્તા ઉપર બનતી વોક-વે ના કામ દરમ્યાન જુના સેફ્ટી માટે પથ્થર નાખેલા છે.તે કોન્ટ્રાકટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.આ પથ્થર ૨૦૦૩ માં દરીયાઈ મોજાને રોકવા માટે દિવાલની સેફટી માટે નાખવામાં આવ્યા હતા,તે પથ્થરોનો હાલ બનતા વોક-વેમાં ઉપયોગ થઈ રહયો છે.જે જીએમબી કચેરીના જયુરીડીકશનમાં આવતું હોવાથી આ ઉપયોગમાં લેવામાં આવતા પથ્થરો ઉપડી જાય તે પહેલા સ્ટે આપી રોજકામ કરવામાં આવે અને આ જુના સેફટી પથ્થરોનો ઉપયોગ આ કામમાં થતો અટકાવવામાં આવે તેવી માંગણી કરી છે.અને સાત દિવસ મા યોગ્ય કાર્યવાહી નહી થાય તો કલેકટર સમક્ષ રજુઆત કરી મનાઈ હુક્મ લેવાની ચીમકી પણ આપી છે.
જુઓ આ વિડીયો