Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરમાં ગૌધન માં લમ્પી વાયરસ ના આઠ કેસ સામે આવ્યા:પશુપાલન વિભાગ સતર્ક

પોરબંદર

પોરબંદર શહેર માં ગૌધન માં લમ્પી વાયરસ ના આઠ કેસો સામે આવતા પશુપાલન વિભાગ સતર્ક થયો છે.તંત્ર દ્વારા આઈસોલેશન વિભાગ શરુ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.તો બીજી તરફ પશુઓનું તાત્કાલિક રસીકરણ કરવા જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા રજૂઆત કરાઈ છે.

પોરબંદરના ગૌધનમાં ચામડીનો ચેપી રોગચાળો ફેલાયો છે.આઠ જેટલી રસ્તે રઝળતી ગાયોને લમ્પી વાયરસ થયો હોવાનું પશુપાલન વિભાગ ના તબીબ ડો ભરતભાઈ મંડેરા એ જણાવ્યું છે.તેઓએ વધુ માં જણાવ્યું છે કે આ તમામ નધણીયાતા પશુઓ છે.પરંતુ તેના દ્વારા પાલતું પશુઓ માં પણ આ રોગ ફેલાવા ની શક્યતા હોવાથી માલિકીની ગાયો ને રસ્તા પર ન રઝળાવવા પશુ માલિકો ને અપીલ કરી છે.અને જે ગાય માં લમ્પી ના લક્ષણો સામે આવ્યા છે.તેને હાલ અલગ રાખવામાં આવી છે.અને કલેકટર તથા પાલિકા ને આવા પશુઓ ને અલગ સાચવવા માટે આઈસોલેશન વિભાગ શરુ કરવા માટે જગ્યા ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.

આ રોગ ચેપી હોવાથી સંક્રમણ ઝડપથી ફેલાઈ છે.પરંતુ આ રોગ માત્ર પશુઓને જ થાય છે.માનવીઓને થતો નથી.જેથી લોકોએ ડરવાની જરૂર નથી તેવું પશુ ચિકિત્સકે જણાવ્યું છે.વધુમાં જણાવ્યું હતું કે,પશુઓમાં થતો લમ્પી સ્કિન રોગનો ઈલાજ શક્ય છે.રસીકરણ અને સારવાર બાદ 4 કે 5 દિવસમાં પશુઓ સાજા થઈ જાય છે.પરંતુ જો પશુઓની પ્રતિકાર શક્તિ ઓછી હોય,પ્લાસ્ટિક આરોગી ગયા હોય તેવા પશુઓની સમયસર સારવાર ન થાય તો આવા પશુઓનું રોગના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.

બીજી તરફ જીવદયા ક્ષેત્રે કાર્યરત ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાએ તંત્ર ને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે.કે કેટલાક ગૌધનમાં પગમાં સોજા ચડવા,તાવ આવવો,નાકમાંથી ચીકણું પ્રવાહી નીકળવું,શરીર ઉપર ચકામાં જોવા મળવા જેવા ‘લમ્પિ’ વાયરસ રોગના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે.આ બાબતે વહેલી તકે સારવાર,આઇસોલેશન અને વેક્સિન માટે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો વધુ પશુ ઓ માં આ ચેપીરોગ ફેલાવાની અને ગંભીર પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે.

પશુઓમાં ફેલાતા ચેપી લમ્પિ રોગચાળાના સેમ્પલ લઇને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવે અને ત્યાર બાદ જરૂર જણાય તો ઘરે ઘરે જઇને પશુઓનું રસીકરણ કરાવું જરૂરી બન્યું છે. કેમ કે આ એક ચેપીરોગ છે અને તેનાથી શહેર ના સમગ્ર ગૌધન ઉપર જોખમ સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવું રજૂઆત માં જણાવ્યું છે.પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન, જિલ્લા પશુ દવાખાનાનો સંપર્ક કરવા પણ પશુપાલકોને અનુરોધ કરાયો છે.
LUMPY SKIN DISEASE ( LSD) રોગ વિશે

રાજ્ય ના કેટલાક શહેરોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

રોગના લક્ષણો
રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ ૨ થી ૩ અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર ૧૦ થી ૨૦ ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો ૧ થી ૨ ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

રોગચાળાને કાબુમાં લેવાના પગલાં
આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે