પોરબંદર
પોરબંદર ના જાવર માં આવેલ સિલ્વર સી ફૂડ કંપનીની કોલોનીમાં શ્રમિકો વચ્ચે બઘડાટી બોલતા ત્રણ ઈજાગ્રસ્ત શ્રમિકો ને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.પોલીસે બન્ને પક્ષે ફરિયાદ લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર ના જાવર ગામે આવેલ સિલ્વર સી ફૂડ માં શ્રમિકો વચ્ચે બઘડાટી બોલતા ત્રણ શ્રમિકો આશુતોષકુમાર શ્રી નારાયણ ઓઝા (ઉવ ૧૮ રે મૂળ બિહાર હાલ સિલ્વર સી ફૂડ કોલોની),જીતુ કુમાર,લાલુ ઓઝા ને ઈજા થઇ હતી.જેથી ત્રણેય ને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.જ્યાંથી આશુતોષે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે સિલ્વર સી ફૂડ માં મજુરી કામ કરે છે.તેના ભાઈ રોશન ને તે જ ફેક્ટરી માં ફરજ બજાવતા નિર્મલ યાદવ સાથે રાત્રી ના સમયે બોલાચાલી થઇ હતી.જેનું મનદુઃખ રાખી આજે બપોર ના સમયે આશુતોષ,જીતુકુમાર,લાલુ ઓઝા વગેરે કોલોની ના ક્વાર્ટર માં જમી ને આરામ કરતા હતા.ત્યારે નિર્મલ યાદવ ,જે પી યાદવ,દેવા યાદવ,વિકાસ યાદવ,મુના યાદવ વગેરે શખ્શો ગેરકાયદે મંડળી રચી લોખંડ ના પાઈપ તથા ધોકા જેવા હથિયારો ધારણ કરી ત્યાં આવ્યા હતા.અને ગાળાગાળી કરી ત્રણેય પર હુમલો કરતા ત્રણેય ને માથા માં તથા શરીર પર મૂઢ ઈજાઓ થઇ હતી.
તો સામા પક્ષે દેવનાથ ઉર્ફે દેવા હરેકૃષ્ણ યાદવ (ઉવ ૪૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેને રોશન સાથે બોલાચાલી થઇ હતી.જેનું સમાધાન કરવા માટે તે બપોરે રોશન તથા લાલુ ઓઝા પાસે ગયો હતો.ત્યારે રોશન ઉશ્કેરાઈ ગયો હતો.અને દેવા પર લોખંડ ના પાઈપ વડે હુમલો કર્યો હતો.અને લાલુ ઓઝા એ તેના પર હાથ વડે હુમલો કર્યો હતો. તે દરમ્યાન છમછમ,દીપક તથા જીતુ પણ ત્યાં આવી ગયા હતા.અને તેને ઢીકાપાટુ નો માર મારી ઈજાઓ કરી હતી . પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
જુઓ આ વિડીયો