Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરની યુવતીએ વસંતપંચમી નિમિતે ૫૬ બાય ૪૬ ઈંચનું વિશાળ કદનું ચિત્ર તૈયાર કર્યું

પોરબંદર

પોરબંદરની યુવતીએ વસંત પંચમી નિમિતે ૫૬ બાય ૪૬ ઈંચનું વિશાળ કદનું ચિત્ર તૈયાર કર્યું હતું.વસંત પંચમીના દિવસે પોરબંદરની કિંજલ ઓડેદરાએ સૌથી મોટી સાઈઝનું ૫૬ બાય ૪૬ ઈંચનું પેન્ટિંગ બનાવી વેસ્ટ કંકોત્રીમાંથી બાળકો બનાવી સરસ્વતીમાંના અલગ અલગ નામ સાથે મા સરસ્વતીની પૂજા માટે આરાધના કરી હતી.કિંજલે જણાવ્યું હતું કે કલા એ ઈશ્વરની દેન છે.એટલે જ બધા કલાકાર નથી.પહેલાં તો આપણે ઈશ્વરના આભારી છે.કલાની ઇશ્વરીય ભેટ મળવા છતાં પણ આપણે કલા ક્ષેત્રે ઝંપલાવી નથી શકતા.કેમ કે એ લોકો એમ માને છે કે આ ક્ષેત્રે આર્થિક અકળામણ ક્યાંકને ક્યાંક અનુભવ કરે છે.માટે તેઓ અનેક કલા ક્ષેત્રે જોડાયેલ છે.તે તમામ વિદ્યાર્થીને વિનંતી કરે છે કે આ ઈશ્વરીય ભેટને સરસ્વતી માતાના આશીર્વાદથી પૂર્ણ કરો.કેમ કે કહેવાય છે કે સરસ્વતી સાથે આવેલ લક્ષ્મી સદા વાસ કરે છે.હજુ પણ કલાક્ષેત્રે એવો વર્ગ છે જે પૂરી રીતે કલાક્ષેત્રે કલાનું પૂરતું વળતર ચૂકવે છે.કલા વિના બધું જ અપૂર્ણ છે.કલા ધ્યાન અને સંતોષ છે માટે જ કેટલા રંગોના આપણે ધની છે.અને કુદરતની નજીકછે.માટે કિંજલબેન બધાને એ જ કહે છે કે આપણે ઈશ્વરની આ ભેટનો ક્યારેય અનાદર કરવો જોઈએ નહીં.

આર્ટમાં તેમણે ઘણી અલગ-અલગ ટેકનીક સાથે કામ કર્યું છે.ત્યારે આ વખત કોવીડ-૧૯ આવ્યા પછી સ્કૂલોમાં બાળકોની ગેરહાજરી હોય ત્યારે મા સરસ્વતીની પૂજા આરાધના માટે લગ્નની સિઝનમાં ઘરે આવતી કંકોત્રીઓમાંથી કંકોત્રી વેસ્ટ સમજીને ફેંકી દેવાની જગ્યાએ એનો બેસ્ટ ઉપયોગ કરી અને એ કંકોત્રીઓમાંથી સ્ટેચ્યુ સ્વરૂપે બાળકો બનાવી મા સરસ્વતીના અલગ-અલગ નામ બાળકો પોતાના હાથમાં લઈને ઊભા છે.જેમાં મહામાલિની, મહાભદ્ર, સરસ્વતી, શારદ, મહામાયા, શ્રીપ્રઘ,હંસવાહીની અને વીણા વાદ્યની આમ આર્ટ અને ક્રાફ્ટ બંનેનો ઉપયોગ કરી વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં કિંજલ ઓડેદરાના આ આર્ટને સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, કો-ઓર્ડીનેટર,સ્ટાફ ગણ અને મિત્ર વર્તુળમાં કિંજલના આ આર્ટને બિરાવવામાં આવ્યું છે.

કિંજલ ઓડેદરા કલાક્ષેત્રે અત્યારે જેટલી પણ આગળ છે એમાં સૌથી મોટો ફાળો તેના પરિવારનો છે અને કિંજલ ઓડેદરા માટે પરિવાર એની હિંમત અને તાકાત છે માતા શાંતીબેન,પિતા રામભાઈ અને બન્ને ભાઈઓ આશિષ અને ભાવેશ નો ખૂબ જ આભાર માને છે કે આજે તેઓ  જે પણ કંઈ છે એ તેના પરિવારના આશીર્વાથી જ છે.

જુઓ આ વિડીયો  

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે