Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરની નવયુગ વિદ્યાલય શાળા નો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ૪૫ લાખ ના ખર્ચે નવીનીકરણ નો પ્રારંભ

પોરબંદર

પોરબંદરની નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલિત અને શતાબ્દિ વટાવી ચૂકેલી શહેરની સુપ્રસિદ્ધ અને કવિ સ્વ.દેવજીભાઈ મોઢા સ્થાપિત નવયુગ વિધાલયનાં નવીનીકરણનો ભૂતપૂર્વ વિધાર્થી એસોશીએશન દ્વારા ઉત્સાહભેર શુભારંભ થયો હતો.

પોરબંદરની નવયુગ વિદ્યાલય કે જે શાળાની સ્થાપના આજથી 75 વર્ષ પૂર્વે જાણીતા કવિ દેવજી રામજી મોઢાએ કરી હતી.જેઓને વર્ષ 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.75 વર્ષ પૂર્વે શરુ થયેલી આ ગ્રાન્ટેડ શાળામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે.અને ઉચ્ચ હોદા પર પણ પહોંચ્યા છે.ધોરણ 9 થી12માં આર્ટસ,કોમર્સ અને સાયન્સ ત્રણેય માધ્યમોમાં આજે પણ 1200થી વધુ ગરીબ અને મધ્યમવર્ગના બાળકો સામાન્ય દરે અભ્યાસ કરી રહ્યા છે.

આ શાળાની ઈમારત જીર્ણશીર્ણ થતાં તેના સમારકામની જરુરીયાત ઉભી થતા આ શાળામાં વર્ષો પૂર્વે અભ્યાસ કરીને આજે દેશ-વિદેશમા એન્જીનિયર, ડોક્ટર, બિઝનેસમેન સહીત ઉચ્ચ હોદા પર પહોંચેલા લોકો આગળ આવ્યા છે. અભ્યાસ કરતા હાલના વિદ્યાર્થીઓ અને આગામી સમયમાં અહીં અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થીઓને સુંદર લાયબ્રેરીથી લઇ સારા બિલ્ડીંગની સુવિધા મળે તે માટે સૌ સાથે મળી અથાગ પ્રયાસ કરી રહ્યા છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની શાળાનુ રિનોવેશન કરીને સુંદર બનાવવા કમર કસી છે.આ માટે તેઓએ એસોસિએશન પણ બનાવ્યું છે.જેના દ્વારા તેઓ અહીં અભ્યાસ કરી આગળ વધેલા વિદ્યાર્થીઓના સહકારથી પોતાની શાળા માટે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે.હાલ પ્રાથમિક તબક્કામાં શાળાના સમારકામ માટે 45 લાખ જેટલા ખર્ચનો જે અંદાજ છે.જેમાં અત્યાર સુધી માં 17 લાખ જેટલુ ફંડ આ એસોસિએશન દ્વારા એકઠુ કરવામાં આવ્યું છે.એસોસિએશન દ્વારા વોટ્સેપ ગ્રુપ પણ બનાવાયું છે.જેના માધ્યમ થી તમામ સભ્યો ને નવીનીકરણ અંગે સંપૂર્ણ માહિતી મળી રહે છે.

નવયુગ વિદ્યાલયના પરિસરમાં ભૂતપૂર્વ વિધાથી એસોશીએશનના સદસ્યો પી.વી.ગોહેલ,વંદનાબેન રૂપારેલ, વિજયભાઈ ઉનડકટ,પૂર્વ વિધાર્થી ગિરીશભાઈ વ્યાસ,રાજીવભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી નવીનીકરણનો પ્રારંભ થયો હતો.નવયુગ વિદ્યાલયના પરિસર ખાતે નવીનીકરણનો શુભારંભ કરાવતા ભૂતપૂર્વ વિધાર્થી ઓસોશીએશનના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ મહેતા એ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતું કે,આ નવયુગ વિદ્યાલયના બિલ્ડીંગને એક શતાબ્દિ વટાવી ચૂકેલ અને ગરીબ અને નબળા પરિવારના વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના વર્ગો ખુબ જ જર્જરીત થયા છે.તેમજ નવીનીકરણ તથા મજબુતીકરણ ખર્ચ બહુ મોટો છે.આ જંગી ખર્ચને પહોચી વળવા ભૂતપૂર્વ વિધાર્થીઓ અને અન્ય દાતાઓનો સહયોગ જરૂરી છે.

આ વિદ્યાલયના ગુરૂજનો એવા જાણીતા સાહિત્યકાર નરોતમભાઈ પલાણ, સોસાયટીના તત્કાલીન પ્રમુખ મથુરાદાસ ભુપ્તા દ્વારા મળેલો શિક્ષણનો સંસ્કાર વારસોને ઉજાગર કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ સંસ્થાએ આપણને અમૂલ્ય સંસ્કાર વારસો આપ્યા છે. હવે આપણે આ માતૃસંસ્થાનું ઋણ અદા કરીએ.

હાલના શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને દાતાઓ દ્વારા સારો પ્રતિસાદ મળતાં આ સેવાકાર્યનો પ્રારંભ થયો છે જેનો આનંદ છે.ઉલ્લેખનીય છે કે નવયુગ વિદ્યાલયના નવીનીકરણ માટે રૂા.૪૫ લાખ એક્ત્ર કરવા પૂર્વ વિદ્યાર્થીઓનો સંકલ્પ રહયો છે.આ સંકલ્પને પૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓ દ્વારા ભારે પ્રતિસાદ મળી રહયો છે.તાજેતરમાં રાષ્ટ્રીય સંત શ્રી પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને આ એશોસીએશનના સદસ્યો રૂબરૂ મળીને આ સંકલ્પથી માહિતગાર કરતાં તેઓએ આશિર્વાદ આપ્યા હતા.પૂ.ભાઈશ્રીએ ટૂંક સમયમાં નવયુગ વિધાલય ખાતે યોજાનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં આશિર્વાદ આપી પ્રસાદી વહેંચવાની ઈચ્છા જાહેર કરી છે જે ગૌરવરૂપ છે.

પ્રત્યેક વ્યકિત ઉપર જન્મભૂમિ માતા-પિતા અને ગુરૂજનોનું ૠણ હોય છે.ગરીબી અને કપરી પરિસ્થિતિમાં ખૂબ જ સંધર્ષ વેઠીને આ વિધાલયમાં અભ્યાસ કરી ચૂકેલા હજારો વિદ્યાર્થીઓ આજે પોરબંદર સહિત દેશ-વિદેશમાં ડોકટર, એન્જિનિયર,વકીલ,સી.એ.સહીતના અનેક ક્ષેત્રોમાં પૈસા અને સારૂં એવું નામ કમાયા છે.તથા પાયામાં વિદ્યાલયના ગુરૂજનોએ આપેલા આ શિક્ષણ-સંસ્કારનો વારસો મહત્વનો રહયો છે.માતૃસંસ્થા જર્જરીત થઈ છે.ત્યારે આ માતૃસંસ્થાનું ઋણ ચૂકવવાનો આ સુયોગ્ય અવસર પ્રાપ્ત થયો છે.

નવયુગ વિદ્યાલય ખાતે નવીનીકરણનાં કાર્યક્રમમાં શાળાના આચાર્યતુષારભાઈ પુરોહિત,શિક્ષક સ્ટાફ પરિવાર સહિત વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહયા તેમજ નવયુગ એજયુકેશન સોસાયટીના હોદેદારોએ શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે