પોરબંદર
પોરબંદર માં શહેરી ગરીબો માટે કેકે નગર નજીક ૨૪૪૮ આવાસ બનાવવામાં આવ્યા હતા.જેમાંથી અત્યાર સુધી માં ૯૦૦ આવાસ ની ફાળવણી કરવામાં આવી છે.પરંતુ આ આવાસ યોજના માં અનેક અસુવિધાઓ જોવા મળે છે.જેથી યોગ્ય કરવા માંગ ઉઠી છે.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં કેકેનગર પાસે શહેરી ગરીબો માટે આવાસ યોજના હેઠળ 2448 આવાસ બનાવ્યા છે. જેમાંથી અત્યાર સુધી માં અને 900 જેટલા આવાસની ફાળવણી કરવામાં આવી છે.પરંતુ અહી અનેક અસુવિધા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.જેમાં આવાસ ના નિર્માણ ને બે વર્ષ વીતી ગયા હોવા છતાં અહી સીડીઓ પર રેલીંગ બનાવવામાં આવી નથી.જેથી અહી રમતા બાળકો,સીડી પર થી નીચે ઉતરતા વૃદ્ધો ગમે ત્યારે સીડી નીચે થી ખાબકે તેવી ભીતિ રહે છે.તો બીજી તરફ ફ્લેટ ના કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઈટો મુકવામાં આવી નથી.જેથી સાંજ પડતા જ અહી અંધારપટ છવાઈ જાય છે.જેથી બહેનો ને સાંજ પછી નીચે ઉતરતા પણ ભય લાગે છે.
ઉપરાંત ઝેરી જીવજંતુ નો પણ ભય રહે છે.અમુક બ્લોક માં પાઈપલાઈન લીકેજ હોવાથી દીવાલો પર ભેજ લાગી રહ્યો છે. તો બીજી તરફ અહી વસતા લોકો ને જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ દુર સુધી ન લેવા જવું પડે તે માટે માર્કેટ નું નિર્માણ કરાયું છે.જેમાં દુકાનો ઉપરાંત શાકભાજી વેચાણ માટે ના થડા બનાવવામાં આવ્યા છે.પરંતુ તે પણ કાર્યરત ન કરવામાં આવ્યા હોવાથી અહી રહેતા લોકો ને શાકભાજી,કરિયાણું વગેરે લેવા માટે એક થી દોઢ કિમી દુર સુધી ધક્કા થાય છે.જેથી માર્કેટ પણ વહેલીતકે કાર્યરત કરવામાં આવે તો અહી વસતા ૯૦૦ પરિવારો ને પડતી મુશ્કેલી નો હલ આવી શકે ઉપરાંત ટૂંક સમય માં બાકીના આવાસ પણ ફાળવવામાં આવશે.જેથી ઘટતી સુવિધાઓ અંગે યોગ્ય કરવા માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો