Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરની અભિલેખાગાર કચેરી ખાતે રાજાશાહી ના સમય થી આઝાદી સુધીના અમૂલ્ય ઐતિહાસિક રેકર્ડ ની સાચવણી:જાણો સમગ્ર વિગત

પોરબંદર

પોરબંદર ની અભિલેખાગાર કચેરી ખાતે વિવિધ ઐતિહાસિક દસ્તાવેજો સાથે નું રેકર્ડ સાચવવામાં આવ્યું છે આ અંગે અહીના અધિક્ષક જે એચ ગૌસ્વામી એ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદરમા રેકર્ડ ઓફીસ જુના પ્રેસવાળા બિલ્ડીંગમાં કાર્યરત હતી.કચેરીમાં સને ૧૮૮૬-૮૭ ના વર્ષથી રેકર્ડ સંગ્રહાયેલ હતું.પોરબંદરની બ્રિટીશ એડમીસ્ટ્રેશનના પ્રથમ વહીવટદાર મી.લેલીએ દફતરખાનું શરૂ કરાવી દફતરોની વર્ષવાર ફેરિસ્તો તૈયાર કરવાનું ફરમાન કરેલ હતું.

સને ૧૮૮૬ થી ૧૯૦૦ સુધીના અંગ્રેજ સરકારના વહીવટ દરમ્યાન દફતરો અંગેની વ્યવસ્થિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દફતરોને કપડામાં બાંધી દફતરખાનામાં મોકલવાનો આગ્રહ રાખવામાં આવતો હતો.સને.૧૮૯૨-૯૩ ના દફતરખાનાનું બજેટ રૂ.૩૦/- નું હતું. ૧ કારકુન,૧ સ્ટેટ દફતરી અને ૧ પટ્ટાવાળાની જગ્યાઓ શરૂમાં હતી.જે સને-૧૯૧૦ માં સંખ્યાબળ વધારીને કુલ ૩ કારકુન અને ૨ પટ્ટાવાળાની જગ્યાઓ શરુ કરવામાં આવી હતી.સને-૧૯૧૪ માં બુક બાઈન્ડરની જગ્યા ઉભી કરી હતી.

આ રેકર્ડ કચેરી પહેલા સુદામા મંદિરના ચોગાનમાં “નવલખા” મકાન પછી દરબાર ગઢમાં કાર્યરત હતી.સને.૧૯૧૦-૧૧ પછી નિવૃત કર્મચારીઓને દફતરની કામગીરી માટે સ્પેશીયલ રાખવામાં આવતા હતા.તેમના મારફતે સને-૧૮૮૬ પહેલાનું દફતર સંભાળી વર્ષવાર ફેરીસ્ત રજીસ્ટર બનાવી બિનજરૂરી દફતરો રેકર્ડને નાશ કરવાની કામગીરી કરાવવામાં આવતી હતી.પોરબંદરમા દફતરખાનું બ્રિટીશ વહીવટીદાર મી.લેલી એ શરૂ કરાવ્યું હતું.

સને-૧૯૧૫માં રેકર્ડ વર્ગીકરણના નિયમો ઘડીને કાયમી રેકર્ડ અને નાશ કરવાના રેકર્ડના નિયમો બનાવવામાં આવ્યા હતા.આમ દફતરખાનાનો સુવ્યવસ્થિત વિકાસ કરીને તેને “સ્ટેટ દફતરી” અને “આસીસ્ટન્ટ સ્ટેટ દફતરી” ના તાબામાં દફતર કચેરીનું સંચાલન કરવામાં આવતું હતું.

સૌરાષ્ટ્ર સરકાર આવતા સને-૧૯૪૮ થી સને-૧૯૫૫ સુધીનું ફક્ત મહેસુલ ખાતાનું દફતર આ કચેરીમાં સ્વીકારી, વર્ગીકરણ કરી સાચવીને રાખવામાં આવતું હતું.અન્ય ખાતાઓનું રેકર્ડ તેઓ પોત પોતાના તાબામાં રાખીને તેની સાચવણી કરતા હતા.આ કચેરી તા.૦૧/૦૯/૧૯૮૧ થી ગુજરાત રાજ્ય દફતર ભંડાર/અભિલેખાગાર ખાતા હસ્તક આવી.આ દફતરોનું રાજ્ય સરકાર દ્વારા ડીઝીટાઇઝેશન સ્કેનીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.જેથી વૈજ્ઞાનિક પદ્ધતિથી આ રેકર્ડની જાળવણી સાચવણી થઈ શકશે.અને પ્રજાજનોને આ કોમ્પ્યુટરાઈઝડ રેકર્ડ સરળતાથી પ્રાપ્ત થઇ શકશે.

આ રેકર્ડ/દફતરોના ઉપયોગ વહીવટીકારોને, સંશોધનકારોને, ઈતિહાસ વિશે સાહિત્ય પ્રેમીઓ અને ઈતિહાસ રસીકોને મળશે.જે પોરબંદરના ભવ્ય ઈતિહાસના સંશોધના દ્વાર ખોલશે.અને ભાવી પેઢી માટે આ રેકર્ડ પથદર્શક બની રહેશે.આ અભિલેખાગાર કચેરી ખાતે રેલવે, સ્ટેટ,બેંક સહિતના 34 જેટલા અલગ અલગ રેકર્ડ્ઝ નું વર્ગીકરણ કરી ઐતિહાસિક રેકોર્ડની સાચવણી કરવામાં આવી છે.

વર્ષ 1985મા લાગેલ આકસ્મિક આગમાં 1930 થી 1956 સુધીનું પોરબંદર શહેરનું, અડવાણા મહાલ, રાણાવાવ મહાલનું રેકોર્ડ ભસ્મીભૂત થયું હતું. આમ છતાં દોઢ લાખ ફાઈલો સંગ્રહાયેલ છે.

જુઓ આ વિડીયો  

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે