પોરબંદર
પોરબંદર ના મોઢવાડા ગામે પ્રૌઢ નું ખેતર ની દીવાલ કુદવા જતા પડી જવાથી મોત થયા બાદ પરિવારજનો એ પીએમ કર્યા વગર દફનવિધિ કરી દીધી હતી.ત્યાર બાદ પરિવારજનો ને તેની હત્યા થઇ હોવાની શંકા જતા પોલીસ ને રજૂઆત કરતા પોલીસ અને વહીવટીતંત્ર ના ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિ માં મૃતદેહ ને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે.
પોરબંદર ના મોઢવાડા ગામે નવા પ્લોટ માં રહેતા ઘેલાભાઈ પુંજાભાઈ પાંડાવદરા(ઉવ ૫૭) એ પોલીસ માં જાહેર કર્યા મુજબ તે જામનગર ખાતે કડીયાકામ કરતા હતા અને તેનો ભાઈ અરવિંદ પુંજા પાંડાવદરા (ઉવ ૪૭) તા 3 ના રોજ દારૂ પીધેલ હાલતમાં અતુલ ખીમાભાઈ મોઢવાડિયા ના ખેતર ની દીવાલ કુદવા જતા માથા માં ગંભીર ઈજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હોવાની ફોન મારફત જાણ થઇ હતી.આથી તે જામનગર થી તુરંત મોઢવાડા ગામે દોડી આવ્યા હતા.
જ્યાં તેના કાકા ના પુત્ર સહિતના લોકો ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે તેઓને અતુલ મોઢવાડિયા એ અરવિંદ નું દીવાલ કુદવા જતા પડી જતા મોત થયું હોવાનું જણાવ્યું હતું.આથી તેઓ તુરંત અતુલ ની વાડીએ દોડી ગયા હતા.ત્યારે અરવિંદ તેની વાડીના ફળિયા માં સુતો હતો.આથી તેઓએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ની ટીમ દોડી આવી હતી.અને અરવિંદ ને ચેક કરતા તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.આથી તે વખતે તેના પરિવારજનો ને મૃત્યુ અંગે કોઈ શંકા ન હોવાથી અરવિંદ ના મૃતદેહ ની તેની જ્ઞાતિ ના સ્મશાન માં તા 4 ના રોજ દફનવિધિ કરી હતી.
દફનવિધિ બાદ તેના કાકા ના પુત્ર ભીખા જીવા પાંડાવદરા એ ઘેલાભાઈ ને એવું જણાવ્યું હતું કે અરવિંદ ના જમણા પગ માં ગોઠણ થી નીચે તથા જમણો હાથ કાંડા માંથી ભાંગી ગયો હતો.તથા હાથ અને માથા ના પાછળ ના ભાગે ઈજાઓ થઇ હતી.અને લોહી નીકળતું હતું આથી તેના મોત બાબતે શંકા હોવાથી જ્ઞાતિ ના આગેવાનો ને સાથે રાખી તેનું પી એમ કરાવવા પોલીસ ને રજુઆત કરી હતી.બનાવ બનતા બાબુભાઈ પાંડાવદરા અનુસુચિત જાતી ના આગેવાનો પણ દોડી આવ્યા હતા.પોલીસે વહીવટીતંત્ર ના અધિકારીઓ ને સાથે રાખી મૃતદેહ ને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે જામનગર મોકલ્યો છે.કેટલાક અગ્રણીઓ એ અરવિંદ ને દારૂ પી પતાવી દીધો હોવાના આક્ષેપ કરી તટસ્થ તપાસ ની માંગ કરી છે.
જુઓ આ વિડીયો