પોરબંદર
પોરબંદરના પક્ષી અભયારણ્યમાં ઘુસણખોરી કરી શ્વાનો દ્વારા વધુ એક કુંજ પક્ષી નો શિકાર કર્યો છે.જેને લઇ ને પક્ષીપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળે છે.
પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે અવાર નવાર ગાય,કુતરા,ડુક્કર સહિતના પશુઓ ઘુસી જતા હોય છે.અને પક્ષીઓને ઇજાગ્રસ્ત કરવાના તથા શિકાર કરવાના પણ અનેક બનાવ બને છે.જેને લઇ ને પક્ષી પ્રેમીઓ દ્વારા અનેક વખત પક્ષી અભયારણ્ય ખાતે ચારે તરફ ફેન્સીંગ કરી પક્ષીઓ ની સુરક્ષા કરવા વન વિભાગ ને રજૂઆત કરવામાં આવી છે.તેમ છતાં વન વિભાગ ના જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રા માં હોય તેમ પક્ષી અભયારણ્ય માં પશુઓને ઘુસણખોરી અટકાવવા કોઈ કામગીરી હાથ ધરી ન હતી.
ત્યારે આજે સવાર ના સમયે પક્ષી અભયારણ્ય ની સામેના ભાગે થી શ્વાનો નું ટોળું અભયારણ્ય માં ઘુસી આવ્યું હતું.અને એક કુંજ પક્ષી પર હુમલો કરતા પક્ષી તરફળિયા મારતું હતું.જેથી નજીક માં આવેલ વોકિંગ વે માં મોર્નિંગ વોક કરવા આવેલા કેટલાક જીવદયા પ્રેમીઓ એ કુતરા ને ત્યાંથી ભગાડ્યા હતા.જો કે કુંજ પક્ષી તરફડી ને મોત ને ભેટયું હતું.જેને લઈને પક્ષીપ્રેમીઓમાં ભારે રોષ ની લાગણી જોવા મળતી હતી.અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે અગાઉ અહી પતંગ ના દોરા થી કાયમી ખોડખાંપણના કારણે ૪૦ થી વધુ ઈજાગ્રસ્ત કુંજ પક્ષીઓ એ વસવાટ કરતા હતા.જેને નિયમિત પક્ષીપ્રેમીઓ દ્વારા ચણ પણ નાખવામાં આવતા હતા.પરંતુ સમયાંતરે કુતરાઓ અને ડુક્કરો દ્વારા આવા પક્ષીઓ ના શિકાર કરતા હાલ માં માત્ર દસ થી પંદર કુંજ જ બચ્યા છે.ત્યારે વનવિભાગ ના જવાબદાર અધિકારીઓ એ ઉદાસીનતા ખંખેરી એસી ચેમ્બર ની બહાર નીકળી પશુઓને અભયારણ્ય ખાતે ઘુસી જતા અટકાવવા કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો