Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરના ડ્રીમલેન્ડ સિનેમાથી માણેકચોક સુધી પાર્કિંગ નિયમન કરાવવામાં પોલિસ નિષ્ફળ ગઈ હોવાની ચેમ્બર દ્વારા એસપી ને રજૂઆત

પોરબંદર

પોરબંદરના મુખ્ય એમ.જી. રોડ પર એકી-બેકી તારીખે એક તરફ પાર્કિંગની અમલવારી પોલીસ કરાવતી ન હોવાથી વેપારીઓ,ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.તેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા એ એસપી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે ડ્રીમલેન્ડ સિનેમાથી માણેકચોક સુધીની મુખ્ય વેપારી બજારમાં બંને બાજુ દુકાનો આવેલી હોવાથી મોટી સંખ્યામાં ખરીદી માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડે છે.નજીકમાં પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી.જુની કોર્ટના કમ્પાઉન્ડમાં અગાઉ વાહન પાર્કિંગ થતું હતું.પરંતુ હવે વેપારીઓ અને ગ્રાહકો દુકાનની બહાર જ વાહન પાર્કિંગ કરે છે.

તેથી અગાઉ વેપારીઓને વાહન પાર્કિંગને લીધે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી વહીવટી તંત્રને રજૂઆત ના પગલે તંત્ર ની સુચનાથી આ રોડ પર એકી-બેકી તારીખે પાર્કિંગ કરવા માટે જણાવાયું હતું.અને વેપારી સહિત ગ્રાહકો એકાંતરા એક બાજુ પોતાના વાહનનું પાર્કિંગ કરતા હતા તેથી બાકીનો રસ્તો ખુલ્લો રહેલો હોવાથી વાહનોની અવર જવર સરળતાથી થઈ શકતી હતી.પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જાહેરનામાના નિયમનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.અને રોડની બંને બાજુ એટલે કે દુકાનોની બહાર પાર્કિંગ બંને સાઇડ કરવામાં આવે છે.જેના કારણે વચ્ચેથી એકપણ મોટું વાહન પસાર થઈ શકતું નથી.

કારણકે બંને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા હોય છે.તેથી વચ્ચેથી ચાલવું પણ મુશ્કેલ બને છે.તેવા સંજોગોમાં વાહન કઇ રીતે નીકળી શકે.જેથી જાહેરનામાનો જાહેરમાં ભંગ થઇ રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે.
પોલીસ વાહનના પાર્કિંગનું નિયમન કરાવવામાં ઉણુ ઉતરી રહી છે.તેથી બંને બાજુ વાહનોના ખડકલા થઇ જાય છે.તેથી વેપારીઓને પણ અનેકવિધ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.પોલીસ તંત્રની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેવી દેખાઇ રહી છે.માટે યોગ્ય રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી કરી છે.

વધુ માં એવું પણ જણાવ્યું છે કે ડ્રીમલેન્ડ સિનેમાથી માણેકચોક સુધીના મુખ્ય એમ.જી. રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે.તેથી માણેકચોક તરફથી ડ્રીમલેન્ડ તરફ વાહન લઈને નીકળવાની મનાઇ છે.પરંતુ પોલીસની નિષ્ક્રિયતાને કારણે વન વેના નિયમનું પણ સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે.અને પોલીસ એ રીતે આવતા વાહન ચાલકોને અટકાવતી નથી તેથી તે અંગે પણ તંત્ર જાગૃત બને તે જરૂરી બન્યું છે.

જુઓ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે