પોરબંદર
પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે ત્રણ માસ થી આર ઓ પ્લાન્ટ અને વોટર કુલર બંધ હોવાથી અહી આવતા અરજદારો ને પીવાનું પાણી મળી શકતું નથી.જેથી વહેલીતકે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરના જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે જન સેવા કેન્દ્ર આવેલું છે.અહી છેલ્લા ત્રણ માસથી વોટર કુલર અને આર ઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે.જેથી અરજદારોને પીવાનું પાણી મળતું નથી.અહી શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક માં થી પણ મોટી સંખ્યા માં અરજદારો વિવિધ કામગીરી અર્થે આવતા હોય છે.હાલ ઉનાળા ની કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે પીવાનું પાણી મળતું ન હોવાથી અરજદારો તરસ્યા રહે છે.અથવા તો બહાર થી વેચાતું પાણી લેવું પડે છે.જયારે જનસેવા કેન્દ્ર નો સ્ટાફ પોતાના માટે બહાર થી પાણી નો કેરબો વેચાતો લે છે.અગાઉ મામલતદારે જનસેવા કેન્દ્ર ની મુલાકાત લીધી હતી.ત્યારે તેઓને પણ પાણી ની સમસ્યા અંગે રજૂઆત થઇ હતી.અને તે સમયે મામલતદારે વહેલીતકે પાણી ની સમસ્યા દુર કરવા ખાતરી આપી હતી.પરંતુ તેને પણ ઘણો સમય વીતી ગયો હોવા છતાં પાણી ની વ્યવસ્થા ન થતા લોકો માં રોષ જોવા મળે છે.અને વહેલીતકે પાણી ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
જુઓ આ વિડીયો