Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદરના કર્લી પુલ પર થી યુવાને છલાંગ લગાવતા ફાયર બ્રિગેડ દ્વારા રીવરફ્રન્ટની બોટ ની મદદ થી રેસ્ક્યુ હાથ ધરાયું

પોરબંદર

પોરબંદરના છાયામાં રહેતા યુવાને ઘરકંકાસથી કંટાળી કર્લી પુલ પરથી છલાંગ લગાવી હતી.જેથી ફાયર બ્રિગેડની ટીમે રીવરફ્રન્ટ ની બોટ ની મદ વડે રેસ્ક્યુ કરી યુવાનનો જીવ બચાવ્યો હતો.

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો રમેશ કાંતિભાઈ ધમર(ઉવ ૪૦) નામના યુવાને આજે બપોર ના સમયે ઘરકંકાસ થી કંટાળી કર્લી પુલ પર થી પાણી માં છલાંગ લગાવી હતી.જેથી તે કર્લી જળાશય ના પાણી માં ડૂબવા લાગ્યો હતો.ત્યાર બાદ તે તરફડીયા મારતા નજીક માં રહેલ વૃક્ષ ની ડાળખી પકડી જીવ બચાવવા માટે બુમો પાડતો હતો.બનાવ બનતા લોકો ના ટોળા એકત્ર થયા હતા.અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.

જેથી ફાયર બ્રિગેડના ગાંગાભાઈ અરજણભાઈ ઓડેદરા,રાજીવભાઈ ગોહેલ,રવિ ચુડાસમા,મુરૂ સૂકા સહિતના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.પરંતુ રમેશ પાણી માં દુર હોવાથી તેને બચાવવા બોટ ની જરૂર પડી હતી.જેથી નજીક માં રહેલ અસ્માવતી રીવરફ્રન્ટ ના સંચાલકો એ માનવતા દાખવી બોટ આપતા ફાયરબ્રિગેડ ના જવાનો તેની મદદ વડે પાણીમાં ઉતર્યા હતા.અને અડધા કલાકના રેસ્ક્યુ બાદ રમેશ ને પાણી માંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે