પોરબંદર
સામાન્ય રીતે હિંદુ ધર્મ માં કમુરતા દરમ્યાન લગ્ન નું આયોજન કરવામાં આવતું નથી.પરંતુ પોરબંદર ના આર્યસમાજ ખાતે કમુરતા ના એક માસ દરમ્યાન પણ ૨૨ લગ્ન યોજાયા હતા.
સામાન્ય રીતે કમુરતામાં કોઈ શુભ પ્રસંગ અથવા લગ્ન નું આયોજન કરવામાં આવતું નથી.કારણ કે,આપણી હિંદુ પરંપરા મુજબ આ સમયગાળામાં લગ્નો થતા નથી,પરંતુ પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતર માં કમુરતાના સમયમાં પણ શરણાઈ ના સૂર ગુંજી ઉઠ્યા હતા.આર્યસમાજ દ્વારા કમુહર્તા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે.
આર્યસમાજ ના ધનજીભાઈ આર્ય એ જણાવ્યું હતું કે કમુહર્તા દરમ્યાન પણ લગ્ન કરવા જોઈએ.સમય શુભ કે અશુભ હોતો નથી.અને શુભ મુહુર્ત જોઇને શરુ કરેલા બધા કાર્યો પણ સફળ થતા નથી.વૈદિક રીતે પણ કુમુહર્તા અંગે કોઈ ઉલ્લેખ નથી.આવી સ્પષ્ટતા વર્ષોથી આર્યસમાજ કરી રહ્યો છે.જેના કારણે અનેક લોકો કુમુહર્તા દરમ્યાન લગ્નનું આયોજન કરતા થયા છે.તાજેતરમાં મકરસંક્રાંતિ પહેલા એટલે કે,14 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી ના કમુરતા ના સમયગાળા દરમ્યાન પણ આર્યસમાજ ખાતે 22 જેટલા લગ્નો યોજાયા હતા.જેમાં કેટલાક લવ મેરેજ પણ થયા હતા.
જુઓ આ વિડીયો