પોરબંદર
પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર નજીક વોક વે ની કામગીરી ચાલી રહી છે.ત્યારે હિન્દૂ સ્મશાનભૂમિ ખાતે મૃતદેહની અંતિમ વિધિ બાદ મૃતકના અસ્થિ વિસર્જન કરવા માટે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.જેથી આ અંગે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરના મુખ્ય હિન્દૂ સ્મશાનભૂમિ ખાતે મૃતકના અંતિમ સંસ્કાર બાદ મૃતકના અસ્થિઓનું વિસર્જન સામે નાં ભાગે આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયામાં કરવામાં આવે છે.આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.પરંતુ હાલ ઇન્દ્રેશ્વર મંદિર નજીક વોક વેનું કામ ચાલે છે.જેથી અહીં અસ્થિ વિસર્જન થઈ શકતું નથી.આથી મૃતકના પરિવારજનો એ ઇન્દ્રેશ્વર મંદિર થી ચોપાટી તરફ જતા રસ્તે દરિયામાં અસ્થિનું વિસર્જન કરી રહ્યા છે.
પરંતુ અહી અસ્થી વિસર્જન માટે મસમોટા પથ્થરો અને ભેખડો વચ્ચેથી પસાર થવું પડે છે.જે ખુબ જ જોખમી બની શકે છે.અને જો દરિયામાં ભરતી હોય તો ડૂબી જવાનો પણ ભય રહે છે.મૃતકના અસ્થિ વિસર્જન કરવા આવેલ પરિવારજનો એ જણાવ્યું હતું કે,આ રીતે અસ્થિ વિસર્જન કરવું ખૂબ જોખમી છે.ભેખડો માં પડી જવાનો ભય રહે છે.માંડ માંડ નીચે ઉતરી અને અસ્થિ વિસર્જન કર્યા બાદ ફરી ઉપર સુધી ચડવું મુશ્કેલ બને છે.જેથી અહીં પગથિયાં સહિતની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.આથી અસ્થી વિસર્જન કરવા જતા કોઈ લપસી જાય કે સમુદ્ર માં પડે અને તેનો જીવ જાય તે પહેલા અહી અસ્થી વિસર્જન માટે વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો