પોરબંદર
પશ્ચિમ બગાળના ખડકપુર ગામે થી નજીવી બાબતે નારાજ થઇ ૧૨ વર્ષીય બાળક ટ્રેન માં બેસી પોરબંદર આવ્યો હતો. જેથી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા તેના પરિવાર ને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
પશ્ચિમ બંગાળના ખડકપુર ગામે રહેતો અને ધો 7 માં અભ્યાસ કરતો રચિત ચંદ્રમોહન ભલ્લા(ઉવ ૧૨) નામના બાળકને ૨૦૦ પાના ની નોટબુક લેવી હતી.પરંતુ માતાએ સ્ટેશનરીની દુકાને થી ૫૦ પાના ની બુક ખરીદતા નારાજ થઇ રચિત માતા ની નજર ચૂકવી રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો.અને ત્યાંથી ટ્રેનમાં બેસી પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો.અહી રચિત એકલો સ્ટેશન માં આંટાફેરા કરતો હોવાથી આર પી એફ ના જવાનો એ તેની પુછપરછ કરી આ અંગે ચાઈલ્ડ વેલ્ફર કમિટીના ચેરમેન અતુલ બાપોદરાને જાણ કરતા તેઓની ટીમે બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે લાવવામાં આવ્યો હતો.
જ્યા ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી તેના માતાના મોબાઈલ નંબર મેળવ્યા હતા.અને તેની માતાને જાણ કરી હતી. ત્રણ દિવસ થી ગુમ થયેલ બાળક ની ભાળ મળી જતા માતા એ રાહત નો શ્વાસ લીધો હતો.અને આજે તે સ્થાનિક પોલીસ સાથે બાળક નો કબજો લેવા પોરબંદર આવી હતી.ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા બાળકનું ખાસ ધ્યાન રાખી ચાર દિવસ સુધી તેનું જતન કરી આ બાળકનું તેની માતા સાથે મિલન કરાવ્યું હતું.પશ્ચિમ બંગાળથી તેના પુત્રને લેવા માતા આવી પહોંચતા હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાયું હતું.માતા અને બાળકનું મિલન થતા બન્નેની આંખો માંથી અશ્રુઓ વહયા હતા.
જુઓ આ વિડીયો