પોરબંદર
પોરબંદર ખાતે ગુજરાત ખારવા સમાજ ની બેઠક યોજાઈ હતી.જેમાં સાગરપુત્રોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. ઉપરાંત ખારવા સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ થતો આવ્યો હોવાનો રોષ પણ વ્યક્ત કરી જે પક્ષ ખારવા સમાજ ને ટીકીટ આપશે.તેની સાથે સંપૂર્ણ સમાજ રહેશે તેવી ચર્ચા કરાઈ હતી.
પોરબંદર ખારવા સમાજ ના અધ્યક્ષ સ્થાને શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના સમંલેન નુ આયોજન કરવામા આવેલ હતુ.તેમા કચ્છ થી લઈને મુંબઈ ખારવા સમાજ ના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેમા ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના પ્રમુખ દ્વારા સમાજ ને લગતા વિવિધ પ્રશ્નો રજુ કરવામા આવેલ હતા.તેમા મુખ્ય ચર્ચાઓ મા ખારવા સમાજ ના જે વિધાર્થીઓ એ તેમનો અભ્યાસ ક્રમ પુરો કરી લીધેલ હોય.તેવા લોકો ને માર્ગદર્શન આપી સરકારી નોકરીઓ અપાવવી,તેમજ જે લોકો રમત-ગમત મા શ્રેષ્ઠ હોય તેમને રમત-ગમત ક્ષેત્રે આગળ મોકલવા માટે પ્રયત્નો કરવા,તેમજ ખારવા સમાજ ના માછીમારો ને તેમની ફીશીંગ બોટો,એફ.આર.પી. હોડી ઓને તેમના જાળ,મશીન, કેરોસીન,પેટ્રોલ,મા મળતી સહાયો સરકાર દ્વારા વ્હેલાસર ચુકવવા માટે રજુઆતો કરવી.અને ગુજરાત સમાજ ના તેજસ્વી તારલાઓનુ સન્માન કરી તેમને ઉત્સાહીત કરવા.
આ મીટીંગ મા ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ પોરબંદર,ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા વેરાવળ,પોરબંદર ખારવા સમાજ ના અધ્ય્ક્ષ રણછોડભાઈ શિયાળ,પોરબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ વિનોદભાઈ બાદરશાહી,માંગરોળ ખારવા સમાજ ના પ્રમુખ પરષોત્તમભાઈ ખોરાવા,જાફરાબાદ ખારવા સમાજ ના પ્રમુખ નારણભાઈ બાંભણીયા,ઓખા ખારવા સમાજ ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઘોઘલા ખારવા સમાજ ના પ્રમુખ જીવનભાઈ ચૌહાણ, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટ દિલીપભાઈ લોઢારી, માજી વાણોટ સુનિલભાઈ ગોહેલ, પોરબંદર ખારવાસમાજના પંચપટેલ/ટ્રસ્ટીઓ,
પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, પોરબંદર માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ દિપકભાઈ જુંગી તથા જાફરાબાદ નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી તેમજ ગુજરાત ખારવા સમાજ ના દરીયાઈ વિસ્તાર મા વસવાટ કરતા જામનગર, દ્વારકા, માંડવી, મુંબઈ, વણાકબારા, ભીડીયા, મુન્દ્રા, નવીબંદર, સુરત, જામસલાયા, સીક્કા, માંડવીસલાયા, ઉના, દિવ, મુળદ્વારકા, સુત્રાપાડા, નવાબંદર, માધવાડ, ધામરેજ ,વરવાડા, આરંભડા, મીઠાપુર, બેટદ્વારકા,પોશીત્રા, ગાંધીધામ, ચોરવાડ, ખંભાત અને તમામ નાના-મોટા ગામો ના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.અને આવનારા દિવસો મા સમાજ ને વિકાસ ના પંથે તેમજ રાજકીય ક્ષેત્રે કેવી રીતે આગળ લઈ જવો તેની ગંભીરતા પૂર્વક ચર્ચાઓ કરેલ હતી.
આ મીટીંગ મા તમામ પ્રમુખો દ્વારા સમાજ ના વિકાસ માટે સુચનો કરવામા આવેલ હતા.અને આવનારા ટુંક સમય મા ખારવા સમાજ નુ મહા અધિવેશન બોલાવવા માટે પણ ચર્ચાઓ કરવામા આવેલ હતી.અને સમાજ ના છેલ્લા ઘણા વર્ષો થી ચાલ્યા આવતા પ્રશ્નો બાબતે પણ ખુબ વિચાર કરીને તેમનો હલ કાઢવામા આવેલ હતો.આ સિવાય ખારવા સમાજ ના અન્ય કામો કેમ સરળતાથી કરવા અને આ આધુનીક યુગ ની અંદર સમાજ ના દિકરા દિકરીઓ ને કેવી રીતે આગળ મોક્લી શકીએ તેવી પણ ચર્ચાઓ કરવામા આવેલ હતી.તેમા કચ્છ થી લઈને મુંબઈ ના ખારવા સમાજ નો એક જ સુર હતો.
ખારવા સમાજના ઉપ પ્રમુખ જીતુભાઈ કુહાડા એ મીડિયા સાથે વાતચીત માં એવું જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વરસો થી ખારવા સમાજ નો ઉપયોગ વોટબેંક તરીકે કરવામાં આવે છે.પરંતુ તેના પ્રશ્નો નું નિરાકરણ કરવામાં ગંભીરતા દાખવવા માં આવતી નથી.આથી પોરબંદર,વેરાવળ,જાફરાબાદ સહિતની દરિયાઈ પટ્ટી પર જે પક્ષ ખારવા સમાજ ને ટીકીટ આપશે તેની સાથે સમગ્ર સમાજ ઉભો રહેશે.આ મિટિંગમાં દરિયામાં ઝેરી કેમિકલો ઠાલવી સમુદ્ર ને પ્રદૂષિત કરતી કંપનીઓ સામે પણ રોષ વ્યક્ત કરાયો હતો.
જુઓ આ વિડીયો