Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:જાપાન ના હેર ડીઝાઈનર અને લેડી યોગા ટીચરે કર્યા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન:પોરબંદર ના કુછડી નજીક આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે યોજાયા પરંપરાગત લગ્ન:જુઓ પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

પોરબંદર
પોરબંદર ના કુછડી ગામ નજીક આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે આજે જાપાન ના હેર ડીઝાઈનર અને લેડી યોગા ટીચરે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે લગ્ન કર્યા હતા.જેમાં પીઠી ચોળવા થી લઇ અને જવતલ હોમવા સુધી ની તમામ વિધિ કરવામાં આવી હતી

વારંવાર કુદરતી આફતોનો ભોગ બનતું જાપાન પાછલા કેટલાક દસકાઓમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી થઈ ગયું છે.અને જાપાનીઝ ટેકનોલોજી આજે પણ વિશ્વ માં અવ્વલ માનવામાં આવે છે પરંતુ આ જાપાન માં જ અનેક લોકો એવા છે જે ભારતીય સંસ્કૃતિ,રીતરિવાજ, ભગવદગીતા વગેરે માં ખુબ જ રસ ધરાવે છે. જાપાન ના ક્યોટો શહેર માં એક જાપાનીઝ યુવાન વરસો સુધી ધર્મ અને અધ્યાત્મ નો અભ્યાસ કર્યા બાદ સ્વામી ચેતનાનંદ સરસ્વતીજી નામ ધારણ કરી એક આશ્રમ મારફત ત્યાના લોકોને વેદાંત અને ઉપનિષદનું જ્ઞાન આપી રહ્યાં છે. ઉપરાંત અન્ય જાપાનીઝ લોકો ને પણ ઈન્ટરનેટ મારફત ભગવતગીતા અને ઉપનિષદનું ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે. જાપાનના દંપતી તોશીયાકી અને તેરુયો ઉરનીશી નામના દંપતીની પુત્રી ચીઓરી કે જે ત્યાની ખુબજ સુપ્રસિદ્ધ યોગા ટીચર છે તે ત્યાંના જ વતની નોબારુ કુરુતા અને એકો કુરુતાના પુત્ર કયુઝ કે જે ત્યાં હેર ડીઝાઈનર નો વ્યવસાય કરે છે તે બન્ને સ્વામી ચેતાનાનંદ સરસ્વતીજી પાસે ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરતા હતાં.અને બન્ને એ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નગ્રંથી થી જોડાવાનું નક્કી કર્યું હતું આથી તેમના ગુરુ એ આ અંગે પોરબંદર નજીક કુછડી ગામે આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે સ્વામીની નિગંમાનંદા સસ્વતીજી અને સ્વામીની નિત્યકલ્યાણાનંદા સસ્વતીજી ને વાત કરી હતી આ આશ્રમ ખાતે બન્ને સ્વામીની દ્વારા ભારતીય ઉપંરાત જાપાનીઝ સહિતના વિદેશીઓને ગીત ઉપનિષદો સહિત હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપે છે. અને ઇન્ટરનેટ માધ્યમથી પણ ભગવત ગીતા અને ઉપનિષદોનું ઓનલાઇન જ્ઞાન પણ આપે છે.સ્વામીની એ મંજુરી આપતા બન્ને ના લગ્ન નું આયોજન કરાયું હતું જેમાં કંકોત્રી પણ એક બાજુ જાપાન અને એક બાજુ ગુજરાતી ભાષા માં છપાવવામાં આવી હતી અને આજે બન્ને ના લગ્ન લેવાયા હતા જેમાં હિંન્દુ પરંપરાઓ પ્રમાણે સવારે બંન્ને ની પીઠી ચોળવામાં આવી હતી ત્યાર બાદ મંડપ રોપણ કરાયું હતું અને બાદ માં નજીક ની એક વાડી ખાતે થી કઝુય બળદગાડામાં જાન લઇને આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે આવ્યો હતો જયાં રસ્તામાં ગુજરાતમાં પ્રખ્યાત ગરબા અને દાંડિયારાસની મોજ માણતા માણતા ધામધૂમ થી બળદગાડામાં વરધાડો લઇને આવ્યો હતો જેમાં તમામ જાપાનીઝ યુવા યુવતીઓ એ પણ ચણીયાચોળી,શેરવાની,કુર્તા પાયજામાં સહિતનો ભારતીય પહેરવેશ ધારણ કર્યો હતો અને લગ્નની શરણાઈઓ ગૂંજી હતી, ઢોલ-નગારા વાગ્યા હતા, અને જાનમાં મન મૂકી ને નાચ્યા હતા. બન્ને ના પરિવારજનો આ લગ્ન ને લઇ ને આ બધા જ એટલા ઉત્સાહી હતા કે, તેમનો આ ઉત્સાહ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો વેદો-સ્ત્રોતોનું ગાન કરાવીને તથા દાંડિયા રાસ રમીને જાપાનીઝ યુગલ પરણ્યું હતું.જેમાં જવતલ હોમવાની વિધિ ,મામેરું,કન્યાવિદાય ની રસમ પણ નિભાવવામાં આવી હતી. આ લગ્ન માં પોરબંદર ના જાણીતા ઇતિહાસકાર નરોત્તમભાઈ પલાણ પણ ખાસ હાજર રહ્યા હતા અને જાપાનીઝ નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા.

જુઓ આ વિડીયો  

યુવતી સડસડાટ સંસ્કૃત અને ભગવદગીતા ના શ્લોક બોલે
જાપાનીઝ યુવતી ચીઓરી ભગવત ગીતા, ઉપનિષદોની ઊંડી જાણકાર છે. તે સંસ્કૃત ભાષાનુ પણ બહોળુ જ્ઞાન ધરાવે છે. તે સંસ્કૃત શબ્દોનું  શુદ્ધ ઉચ્ચારણ પણ કરે છે. તે નિયમિત પૂજાપાઠ કરે છે ઉપરાંત તેને ભારતીય યોગા માં પણ ઊંડો રસ હોવાથી તે ત્યાં જાપાન માં લોકો ને યોગા નું શિક્ષણ આપે છે તેણીએ એવું જણાવ્યું હતું કે જાપાન પાસે આટલું વૈવિધ્યસભર અને ભવ્ય કલ્ચર નથી તેથી મને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ રસ પડે છે જાપાનીઓ ભૌતિકવાદ તરફ્ દોટ મૂકી રહ્યા છે અને જાપાન માં લગ્ન એટલે માત્ર એક પાર્ટી અને ભોજનનો આનંદ બસ
લગ્ન માં ગુજરાતી ભોજન
લગ્ન પ્રસંગ નિમિતે ભોજન સમારંભ નું આયોજન કરાયું હતું જેમાં તમામ વાનગી ગુજરાતી જ હતી અને તમામ જાપાનીઓ એ પણ ગુજરાતી ભોજન નો આનંદ મન ભરી ને માણ્યો હતો
જાપાન અને ભારત વચ્ચે અનેક સામ્યતાઓ
ઉગતા સૂર્યના દેશ તરીકે ઓળખાતા જાપાન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સામ્યતાઓ બહુ ઓછી છે તેવુ મોટાભાગના ભારતીયોને લાગે છે પણ હકીકત અલગ છે. જાપાનની રાજધાની ટોક્યો નજીક આવેલા કિચિજોજી શહેરનુ નામ જ લક્ષ્મી માતા પર રખાયુ છે.કિચિજોજીનો અર્થ જ જાપાનીઝ ભાષામાં લક્ષ્મી મંદિર થાય છે લોકોને લાગે છે કે જાપાન અને ભારતની સંસ્કૃતિ જુદી છે પણ હકીતમાં જાપાનમાં ઘણા મંદિરો એવા છે જે હિન્દુ દેવી દેવતાઓને સમર્પિત છે.તેમની પૂજા પણ કરવામાં આવે છે અને આ પરંપરા આજથી નહી સદીઓથી ચાલી આવે છે. જાપાન ભાષામાં ઘણા શબ્દો સંસ્કૃતમાંથી લેવામાં આવ્યા છે.લગભગ 500 જેટલા જાપાની શબ્દોની ઉત્પત્તિ સંસ્કૃત અને તામીલ ભાષામાંથી થઈ છે.
ગયા વરસે પણ આ આશ્રમ ખાતે જ એક જાપાનીઝ યુગલે ભારતીય પરંપરા પ્રમાણે કર્યા હતા લગ્ન
કુછડી નજીક આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે ગત વરસે પણ એક જાપાનીઝ યુગલે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે લગ્ન કર્યા હતા ત્યારે વધુ એક યુગલ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નગ્રંથી થી જોડાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે