પોરબંદર
પોરબંદર ના રાજવીઓ એ શહેર ને અનેક ઐતિહાસિક,ધાર્મિક ઈમારતો ની ભેટ આપી છે.શહેર મધ્યે આવેલા બે ચર્ચ પણ રાજવી ની જ ભેટ છે.બન્ને ચર્ચ ખાતે નાતાલ ની સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.જેમાં કેથોલિક ચર્ચ ખાતે નાતાલ ની ઓનલાઈન ઉજવણી કરાશે.
પોરબંદર ના રાજવીઓ દ્વારા શહેર ને અનેક ઐતિહાસિક ઈમારતો ની ભેટ આપી છે.તેમાં બે ચર્ચ નો પણ સમાવેશ થાય છે.જાણીતા ઇતિહાસકાર નરોત્તમ પલાણે જણાવ્યું હતું કે ઈ.સ. 1785 થી પોરબંદર જેઠવા વંશની રાજધાની બને છે.પોરબંદર મા જેઠવાવંશ ના સાત રાજા ઓએ રાજ કર્યું.અને દરેક રાજવી એ શહેર ના વિકાસ માં અનેરું યોગદાન આપ્યું હતું.
પોરબંદરની ખ્યાતિ ત્યારે લક્ષ્મીધામ કરતા ધર્મધામ તરીકે વધુ હતી.રાજવીઓ એ ઘણા બાધકામો અને મંદિરો સહીત ધાર્મિક સ્થળો ના નીર્માણ કરાવ્યા હતા.રાજવીઓ ના સર્વ ધર્મ સમભાવ ના સિધ્ધાંત ના પ્રતિક રૂપે શહેર મધ્યે આવેલા બન્ને ચર્ચ આજે પણ કાર્યરત છે.જેમાં જજ બંગલા નજીક આવેલ ૧૦૦ વરસ જુનું રોમન કેથોલિક ચર્ચ ની જમીન મહારાણા નટવર સિંહજી એ ફાળવી હતી.જ્યાં અનેક ક્રિશ્ચિયન પરિવાર દ્વારા નિયમિત રીતે પ્રાર્થના કરવામાં આવે છે. તો બીજું ચર્ચ ભાવસિંહજી હોસ્પિટલ ની સામે આવેલ છે.આ ચર્ચ નો પાયો પોરબંદર ના યુવરાજ ઉદયભાણ સાહેબ ના હસ્તે ૨૯ નવેમ્બર ૧૯૪૧ ના દિવસે નાખવામાં આવ્યો હતો.અને તેનું ઉદ્ઘાટન મહારાણા નટવરસિંહજી ના હસ્તે ૧૪ નવેમ્બર ૧૯૪૨ માં કરાયું હતું.આ ચર્ચ ખાતે પણ નિયમિત પ્રેયર કરવામાં આવે છે.આમ પોરબંદર ના સર્વ ધર્મ સમભાવ માં માનતા રાજવીઓ એ આપેલ અનમોલ ભેટ સમાન બન્ને ચર્ચ આજે પણ અડીખમ જોવા મળે છે.
સામાન્ય રીતે ક્રિસમસ ની બન્ને ચર્ચ ખાતે ધામધૂમ થી ઉજવણી કરવામાં આવતી હોય છે.પરંતુ આ વખતે કોરોના મહામારી ને લઇ ને બન્ને ચર્ચ ખાતે કોઈ ઉજવણી નું આયોજન કરાયું નથી.જજ બંગલા ની બાજુ માં આવેલ રોમન કેથોલિક ચર્ચ ખાતે નાતાલ ની ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે.જેમાં ચર્ચ ખાતે થી સમૂહ પ્રાર્થના સહીત ના કાર્યક્રમ નું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે.જેથી દરેક ક્રિશ્ચિયન પરિવાર ઘરે બેઠા તેનો લાભ લઇ શકશે.ચર્ચ ની અંદર ઇસુ ની ઝુંપડી નું નિર્માણ કરાયું છે.જો કે આ વખતે નાતાલ ના તહેવાર દરમ્યાન બહાર ના લોકો,મુલાકાતીઓ ને પ્રવેશ માટે મનાઈ ફરમાવવામાં આવી છે.
જુઓ આ વિડીયો