પોરબંદર
પોરબંદર માં કોરોના ની બીજી લહેર દરમ્યાન રનવે અને ટેક્નિકલ કારણોસર પોરબંદરથી મુંબઈ સુધી ની વિમાનીસેવા ખોરવાઈ હતી.જે આગામી 27 મી માર્ચ થી ફરીથી શરૂ થશે.જેથી વેપારીઓ અને દર્દીઓ ઉપરાંત એન આર આઈ ને પણ રાહત મળશે.
કોરોનાની મહામારી શરુ થતા પોરબંદર એરપોર્ટ પરથી તા. 25 માર્ચ 2020ના મુંબઈ અને અમદાવાદ ની વિમાનીસીવા બંધ થઈ હતી.ત્યાર બાદ કોરોના સંક્રમણ ઓછું થતા 17 જાન્યુઆરી 2021ના રોજ ફરીથી પોરબંદર મુંબઇ વચ્ચે ફ્લાઇટ શરૂ થઈ હતી.પરંતુ ત્યાર બાદ કોરોના ની બીજી લહેર ઉપરાંત રનવે સહિતના ટેકનીકલ કારણોસર થોડા સમય બાદ ફરીથી વિમાની સેવા બંધ કરાઈ હતી.આ ફ્લાઇટ નો શહેર ના ઉદ્યોગપતિઓ,વેપારીઓ,દર્દીઓ અને એન આર આઈ સહીત મોટી સંખ્યા માં લોકો ઉપયોગ કરતા હતા.
પરંતુ ફ્લાઇટ બંધ થતાં તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.અહીંથી કાર માર્ગે રાજકોટ કે જામનગર જઈ ત્યાંથી હવાઈસેવા નો લાભ લેતા હતા.આથી આ અંગે ધારાસભ્ય બોખીરીયા,સાંસદ ધડુક સહિતના રાજકીય આગેવાનો અને ચેમ્બર સહિતની વેપારી સંસ્થાઓ દ્વારા અનેક રજૂઆત બાદ આખરે 27 માર્ચથી પોરબંદર મુંબઈ વચ્ચે ની ફ્લાઈટ શરુ થતા એરપોર્ટ ફરીથી ધમધમતું થશે.પોરબંદર ના સ્માર્ટ ટ્રાવેલ્સ ના માલિક સાગરભાઈ મોદી એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ફ્લાઈટ મુંબઈ થી સવારે 8-૦5 કલાકે ઉપડશે અને 9-૩૦ કલાકે પોરબંદર આવશે.અને પોરબંદરથી 9:50 ફરીથી મુંબઈ તરફ ઉડાન ભરશે.અને 11:10 કલાકે મુંબઇ એરપોર્ટ પર પહોચશે.90 સીટર વિમાન આ રૂટ પર મુકવામાં આવશે.હજુ અમદાવાદ ની ફ્લાઈટ પણ ઘણા સમય થી બંધ હોવાથી તે શરુ કરવા પણ માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો