પોરબંદર
પોરબંદર ખાતે ધંધુકા કિશન ભરવાડ ની હત્યા મામલે વિવિધ સંગઠનો દ્વ્રારા વિશાળ બાઈક રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અને કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.ઉપરાંત કિશન ને શ્રધાંજલિ કાર્યક્રમ પણ યોજાયો હતો.
પોરબંદર ખાતે મહેર શક્તિ સેના,માલધારી સમાજ,હિન્દૂ જાગરણ મંચ,એ બી વી પી,વિશ્વ હિંદુ પરિષદ,બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા બાઈક રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે,કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે.જેથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.આવા બનાવો દિવસે ને દિવસે દરેક શહેર અને ગામ વિસ્તારમાં બને છે.તો તેને સખ્તાઈથી દબાવી દેવામાં આવે અને જે હત્યારાઓ છે તેને ફાંસીની સજા આપી તેને કાયદાનું ભાન કરાવે તેવી માંગ કરી હતી.
ઉપરાંત ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ થાય તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે વધુ માં એવું પણ જણાવ્યું છે કે હત્યારાઓ એ અગાઉ પોરબંદરના યુવાનને પણ ટાર્ગેટ બનાવ્યો હતો તે મામલે પણ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. બાઇકમાં વિશાળ રેલી દ્વારા આવેદન પાઠવાયું તે પૂર્વે આર્યકન્યા ગુરૂકુળ પાસે તમામ સંસ્થાના યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બે મિનીટ નું મૌન પાડી કિશન ભરવાડને શ્રધ્ધાંજલી પાઠવી હતી. ત્યારબાદ રેલીસ્વરૂપે આવેદન પાઠવવામાં આવ્યું હતું.
જુઓ આ વિડીયો