પોરબંદર
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જીલ્લા શાખા,ભોદ અને ધરમપુર ખાણ વિસ્તારના મજુર કુટુંબો માટે,તહેવારો નિમિત્તે તથા કોઈ ખાસ પ્રસંગે,વર્ષમાં ત્રણ થી ચાર વખત પૌષ્ટિક ખાદ્ય સામગ્રી વિતરણના કાર્યક્રમો યોજે છે.રેડક્રોસ સભ્ય શ્રીમતિ હંસાબેન છેલશંકર જોષીએ તેમના માતુશ્રી સ્વ. શ્રીમતિ રમાબેન પ્રાણજીવન થાનકીની પુણ્યતિથીને અનુલક્ષીને આ કાર્યક્રમ માટે આર્થિક અનુદાન જાહેર કરતાં બુધવાર તા. ૧૮-૦૫-૨૦૨૨ ના રોજ ૩૨૦ મજુર કુટુંબો દરેકને ૫ કીલોગ્રામ ઘઉંનો આટો,એક કિલોગ્રામ બેસન,એક કિલોગ્રામ ખાંડ,એક કિલોગ્રામ ગોળ,૫૦૦ મિલી લીટર વનસ્પતિ તેલ અને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
ચેરમેન ડૉ. સી. જી. જોષીએ ગરીબ મજુર કુટુંબોને વ્યસનોથી દૂર રહેવા અપીલ કરી.સેક્રેટરી અને સ્ટેટ બ્રાંચ મેનેજીંગ કમીટીના સભ્ય અકબરભાઈ સોરઠીયા અને ઉપપ્રમુખ ત્રીલોકકુમાર ઠાકર દ્વારા કાર્યક્રમનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રામભાઈ ઓડેદરા, શ્રીમતિ હંસાબેન જોષી,જયેન્દ્રભાઈ જોષી,વિમલ હિંડોચા અને વિજય ઓડેદરાએ ઉપસ્થિતિ રહી વિતરણ વ્યવસ્થાને વિના અવરોધે પાર પાડવા નિષ્ઠાપૂર્વકના પ્રત્યનો કર્યા.હરીશ પ્રાણજીવન થાનકીએ દર વખતની જેમ આ વખતે પણ વિનામુલ્યે માલના ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રક, ડ્રાયવર અને મજુરોની ફાળવણી કરી.
સૌરાષ્ટ્ર કેમિકલ્સના માઈન્સ મેનેજર ડી. કે. સીંગની અનુમતિ અને ભરપુર સહકારથી યોજાતા આ કાર્યક્રમ માટે તેમના સ્ટાફના સભ્યો નિતીન આચાર્ય,એસ.બી.પ્રસાદ,મહેશ કામરીયા,હરિશંકર સીંગ,યોગેશ સીંગ અને જયેશ ત્રિવેદી વગેરેએ અગાઉથી કુપન આપી વ્યવસ્થા કરી આપી અને વિતરણ વ્યવસ્થામાં જોડાયા. આ કાર્યમાં કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર રમેશ ગામીનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું.લાભાર્થીઓએ પણ શાંતિપૂર્વક હરોળમાં ઉભા રહી કશી જ ઉતાવળ કરવાથી દૂર રહી પૂર્ણ સહકાર આપ્યો.
જુઓ આ વિડીયો