પોરબંદર
પોરબંદર માં પોલીસે રહેણાંક મકાન માં દરોડો પાડી પોણા બે કિલો ગાંજા સાથે ચાઇનીઝ રેકડી ધારકને ઝડપી લીધો છે.
પોરબંદર ના ઠક્કર પ્લોટ વિસ્તાર માં ચુના ના ભઠ્ઠા પાસે આવેલ પાવરીયા શેરી માં રહેતા અને ચાઇનીઝ રેકડી ધરાવતા ઇબ્રાહિમ ઉમરભાઇ લાખા (ઉવ ૫૭)નામના શખ્શ ના રહેણાંક મકાન માં ગાંજા નો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી ના આધારે ગત મોડી સાંજે પોલીસે દરોડો પાડ્યો હતી.અને તે મકાન માં થી ઈબ્રાહિમને રૂ ૧૭,૭૦૦ ની કીમત ના 1 કિલો ૭૦૦ ગ્રામ વનસ્પતી જન્ય સુકા ગાંજા સાથે ધરપકડ કરી છે.અને આ ગાંજા નો જથ્થો ક્યાંથી લાવ્યો હતો. અને કોણે આપવાનો હતો તે સહિતની પુછપરછ હાથ ધરી છે.
જુઓ આ વિડીયો