Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ની હિંદુ સ્મશાનભૂમિ માં લાકડા નો જથ્થો ખલાસ થવાના આરે:બહાર થી લાકડા ખરીદવાના પૈસા ન હોવાથી મૃતદેહના ભઠ્ઠી માં અગ્નિસંસ્કાર કરવા પડ્યાના આક્ષેપ

પોરબંદર

પોરબંદરના સ્મશાનભૂમિમાં લાકડા ખલાસ થઈ જવાના આરે છે.ટેન્ડર પ્રક્રિયામાં કોઈ વેપારીએ ભાવ ભર્યા નથી.અને લાકડાના ભાવમાં વધારો થતાં લાકડા ખરીદવા માટેની મંજૂરી ન મળતા લાકડા ખલાસ થવાના આરે આવ્યા છે.ગઈકાલે લાકડા ન હોવાને કારણે અને બજાર માંથી લાકડા ખરીદવાની મૃતક ના પરિવારજનો ની સ્થિતિ ન હોવાથી મૃતદેહની અંતિમક્રિયા ભઠ્ઠીમાં કરવાનો વારો આવ્યો હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.

પોરબંદરના મુખ્ય સ્મશાનભૂમિ ખાતે મૃતદેહ ના અગ્નિદાહ માટે ઇલેક્ટ્રિક ભઠ્ઠી આવેલ છે અને લાકડા વડે અગ્નિદાહ આપવા માટેની પણ વ્યવસ્થા છે.ત્યારે કેટલાક સમાજમાં મૃતકને લાકડા વડે જ અગ્નિદાહ આપવાની પરંપરા હોય છે. ગઈકાલે એક પરિવાર સ્મશાનભૂમિ ખાતે મૃતદેહને અગ્નિદાહ દેવા આવ્યો હતો.ત્યારે સ્મશાનભૂમિ ખાતે લાકડા ખાલી હોવાનું સંચાલકોએ જણાવ્યુ હતું અને બહારથી વેચાતા લાકડા લાવો તેવું સંચાલકોએ જણાવ્યું હોવાના આ પરિવારજનો એ આક્ષેપ કર્યા હતા.પરિવારજનોએ એવું પણ જણાવ્યું હતુંકે લાકડામાં અગ્નિદાહ દેવાની પરંપરા નિભાવીએ છીએ.પણ મૃતક નો પરિવાર અતિ ગરીબ હોવાથી બજાર માં થી લાકડા ખરીદી તેવી સ્થિતિ ધરાવતો ન હતો.આથી લાકડા ના પૈસા ન હોવાના કારણે ફરજિયાત મૃતદેહને ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવો પડ્યો હતો.

આ અંગે સ્મશાન ના સંચાલક દિનેશભાઈ ગોહેલે જણાવ્યું હતું કે હાલ સ્મશાનભૂમિ ખાતે લાકડા પૂર્ણ થવાના આરે છે.જે વેપારી લાકડા પુરા પાડતા હતા.તે વેપારીએ એક મણે રૂ. 15 વધારી દીધા છે.ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે.પરંતુ કોઈએ ટેન્ડરમાં ભાવ ભર્યા ન હતા.જે વેપારી રૂ. 100 ના મણ લેખે લાકડા આપે છે.તેમણે રૂ. 15 નો ભાવ વધારો કરી દેતા આ ભાવ મંજૂરી માટે પાલિકા તંત્ર પાસે ફાઇલ છે.જેથી હાલ બાવળના લાકડા નથી રહયા.પરંતુ અન્ય વૃક્ષોના લાકડાનો જથ્થો પૂરો થવાના આરે છે.
એક તરફ પાલિકા નું તંત્ર શહેર માં વિવિધ વિકાસકાર્યો ના બણગા ફૂંકી રહ્યું છે.પરંતુ સ્મશાન માં લાકડા ખૂટી ગયા હોવા છતાં ઘોર નિંદ્રા માં સુઈ ગયું છે.ત્યારે વહેલીતકે લાકડા અંગે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લાકડાનો જથ્થો મંગાવવામાં આવે તેવી માંગ ડાઘુઓ કરી રહ્યા છે.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે