Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના ફિશરીઝ ટર્મિનલ માં પાર્કિંગ કરેલ ૫૦ થી વધુ બોટો માંથી મશીન ની ચોરી:પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરુ કરી

પોરબંદર

પોરબંદર ના ફિશરીઝ ટર્મિનલ માં પાર્કિંગ કરેલી ૫૦ થી વધુ બોટો માંથી સેલ ની ચોરી થઇ છે.જે અંગે બોટ એસોસિએશન દ્વારા પોલીસ ને સીસીટીવી ફૂટેજ પણ અપાયા છે.જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ફિશરીઝ ટર્મિનલ ગેઇટમા પાર્ક કરેલ બોટો માંથી મશીનોની ચોરી થઈ રહી છે.પચાસ થી વધુ બોટો માં સેલ નામના મશીન ની ચોરી થઇ છે.આ મશીન કોપર નું હોય છે.અને એક મશીન ની કિંમત રૂ. 25 હજાર જેટલી થાય છે.તસ્કરો ચોરી કરી તેમાં રહેલ કોપર ને ભંગાર માં વેચતા હોવાનું બોટ એસોસિએશન ના ધ્યાને આવ્યું હતું.

એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી એ જણાવ્યું હતું કે કોપરના સેલ ખુબ જ કીંમતી હોય છે.તેથી અમુક શખ્સો દ્વારા તેની ચોરી કરી ભંગારમાં આપવામાં આવતા હોવાની આશંકા છે.બંદર વિસ્તારમાંથી રીક્ષા ભરીને સેલની ચોરી કરીને લઇ જતા ત્રણ જેટલા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે.તેના ફુટેજ પણ હાર્બર મરીન પોલીસને સોંપ્યા છે.જેમાં રાત્રી ના અઢી વાગ્યે રીક્ષાને ધકકો મારીને જઇ રહ્યા હોઇ તેવું દેખાઇ રહ્યું છે.અને પોલીસ ને ફરિયાદ અરજી પણ આપવામાં આવી છે.

હજુ પણ અનેક બોટ માં થી આ રીતે ચોરી થઇ હોવાની શક્યતા છે.ફિશરીઝ ટર્મિનલમા જ્યા બોટ પાર્કિંગ થાય છે ત્યાં લાઈટની સુવિધા ન હોવાથી સાંજ પડતા જ અંધારપટ્ટ છવાઈ જાય છે.જેથી તસ્કરો બોટો માંથી આ રીતે ચોરી કરી રહયા છે.અગાઉ પણ અનેક વખત આ અંગે તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે.પરંતુ હજુ સુધી લાઈટ ની સુવિધા આપવામાં આવી નથી.જેથી વહેલીતકે લાઈટ ની સુવિધા આપવામાં આવે તો ચોરી ના બનાવ અટકે ઉપરાંત નાનામોટા અકસ્માતો થતા પણ અટકે તેવું પણ તેઓએ જણાવ્યું છે.

જુઓ સીસીટીવી ફૂટેજ

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે