પોરબંદર

પોરબંદરમા ખારવાવાડના વિવિધ વિસ્તારોમાં પાથરવામાં આવેલા પેવર બ્લોક ઉખડી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેને લઇ ને સ્થાનિકોમા રોષ જોવા મળે છે.અને વહેલી તકે બ્લોકનું સમારકામ કરવા માંગ ઉઠી છે.

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ખોદકામ બાદ આંતરિક શેરી ગલીઓમાં પેવર બ્લોક પાથરવામાં આવ્યા છે.આ બ્લોક પાથરવાની કામગીરી નબળી કરવામાં આવતા બ્લોક ઉખડી રહયા છે.ખારવાવાડ ગીચ વિસ્તાર હોવાથી અહીની સાંકડી ગલીઓ માં પેવર બ્લોક ઉખડી જતા અકસ્માતો સર્જાય છે.રાહદારીઓ અને વાહન ચાલકોને આવા માર્ગ પર થી પસાર થવામાં મુશ્કેલી પડે છે.કેટલાક સ્થળે બ્લોક ઉખડી જતા ખાડા પડી જતા અકસ્માતો માં વધારો થતા સ્થાનિકો એ પથ્થરની આડશ મુકવી પડી છે.વૃદ્ઘો અને બાળકો આવા બ્લોક પર થી પસાર થાય છે ત્યારે પડી જવાના અનેક બનાવ બન્યા છે.આગામી ચોમાસા દરમ્યાન આ બ્લોક માં વરસાદી પાણી ભરાશે.જેથી મુશ્કેલી માં વધારો થશે જેથી તાત્કાલિક બ્લોક નું સમારકામ કરવા માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો