ફાઈલ તસ્વીર

પોરબંદર
પોરબંદર માં કોરોના વાયરસ ના કેસો માં વધારો થવાની સંભાવના ના પગલે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર સ્થળો એ ૧૪૪ મી કલમ લાગુ કરાઈ છે.તો રાત્રી ના સમયે આવા સ્થળો એ પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરાયો છે.

પોરબંદર જિલ્લામાં કોરોના ના વધતા જતા કેસો ના પગલે બાગ-બગીચા તથા ચોપાટી રાત્રિના ૧૦ થી સવારના ૫ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા કલેકટર દ્વારા અગાઉ તા.૦૯/૧૦ના રોજ જાહેરનામું બહાર પાડી મનાઈ ફરમાવવામાં આવી હતી.પરંતુ હાલના સમયમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થવાની સંભાવના હોવાથી તથા જિલ્લામાં આવેલ અન્ય ફરવા માટે જાહેર સ્થળો તથા ધાર્મિક સ્થળો ઉપર લોકોની ભીડ એકઠી થાય તેવી શકયતાઓ હોવાથી કલેકટર દ્વારા અગાઉ બહાર પાડેલ જાહેરનામામાં વધારાનો સમય તથા જિલ્લાના અન્ય ફરવા લાયક તથા ધાર્મિક સ્થળો નો ઉમેરો કરી કલેકટર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં એવું જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં આવેલ તમામ બાગ બગીચાઓ,અસ્માવતી રીવર ફન્ટ,પાલિકા સંચાલિત હાથી વાળુ ગ્રાઉન્ડ,ચોપાટી,ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ, ઓશીયોનીક હોટલ વાળું ગ્રાઉન્ડ,ઓડદર-રતનપર રોડ ઉપર આવેલ રંગબાઈ મંદિર પાછળ આવેલ દરીયાકીનારો કુછડી ગામ ખાતે આવેલ ખીમેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ દરિયા કિનારો વગેરે સ્થળો રાત્રી ના 9 થી સવારે 5 વાગ્યા સુધી જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ રહેશે.

તથા આ સ્થળો એ દિવસ દરમ્યાન પણ 4 થી વધુ વ્યક્તિઓ એકઠી થઇ શકશે નહી,એ સિવાય જીલ્લા માં આવેલ મંદિર,મસ્જીદ,ગુરૂધ્વારા વિગેરે ધાર્મિક તેમજ ઉપાસનાના તમામ સ્થળોએ સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે
પાલન કરવા સુચના અપાઈ છે.અને કોઈપણ પ્રકારના ધાર્મિક આયોજન માટે ૫૦ થી વધારે વ્યક્તિઓ એક સાથે દર્શન ,ઉપાસના માટે ઉપસ્થિત ન રહે તેની તકેદારી રાખવાની રહેશે.તેવું પણ જાહેરનામાં માં જણાવવામાં આવ્યું છે.આ જાહેરનામાં ની અમલવારી આગામી ૩૧ ડીસેમ્બર સુધી રહેશે.પોરબંદર પોલીસ આ જાહેરનામાં ની કડક અમલવારી કરાવવા સંપૂર્ણ કટિબદ્ધ છે.

જુઓ આ વિડીયો

Advertisement