પોરબંદર ના બોખીરા વિસ્તાર માં આવાસ યોજના માં રહેતી યુવતી એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જે મામલે મૃતક ના ભાઈ એ પોતાની બહેન ને મરવા મજબુર કરવા અંગે એક શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર ના ખારવાવાડ માં આવેલ હોળી ચકલા માં રહેતા સુનીલ પ્રવીણભાઈ ખોખરી નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની નાની બહેન ભૂમિ (ઉવ ૨૭) નાં લગ્ન ૯ વર્ષ પહેલા ખારવાવાડમાં રહેતા જયેન્દ્ર શામજીભાઈ કોટીયા સાથે થયા હતા. અને તેને સંતાનમાં ૭ વર્ષીય પુત્રી જીનલ છે. બે વર્ષના લગ્નજીવન બાદ ભૂમિના છૂટાછેડા થઇ જતા તે માવતરે રહેતી હતી. જયારે પુત્રી જીનલનો કબ્જો તેના પિતા ને સોપ્યો હતો.
ભૂમિના લગ્ન પછી તેનો કૌટુંબિક દિયર પ્રશાંત કનુભાઈ કોટિયા (રે ગાયવાડી) નો ભૂમિના ઘરે આવરો જાવરો હોવાથી પ્રેમ સંબંધ થતા પ્રશાંતે ભૂમિ ને કહેલ કે તું તારા ઘરવાળાથી છૂટાછેડા કરી નાખે તો હું તારી સાથે લગ્ન કરીશ. જેથી ભૂમિ એ ઘરને બધા સભ્યોને વાત કરેલ હતી કે હું પ્રશાંતને પ્રેમ કરું છું અને મારે મારા ઘેરવાળાથી છૂટાછેડા લઈ પ્રશાંત સાથે લગ્ન કરવા છે. તેમ વાત કરતા બધા ઘરના સભ્યોએ ભૂમિને સમજાવેલ કે છૂટાછેડા ના કરાય પરંતુ ભૂમિએ કહેલું કે હું પ્રશાંતને પ્રેમ કરું છું અને તે મારા છૂટાછેડા થઈ જશે એટલે મારી સાથે લગ્ન કરશે.
પછી પ્રશાંત ભૂમિના મોબાઇલમાં મેસેજ કરતો કે તું તારા ઘર વાળાથી છૂટાછેડા લઇ અને તારી દીકરી ને તું તારા ઘરવાળાને સોંપી દે એટલે હું તારી સાથે લગ્ન કરીશ. જે પછી પ્રશાંત ભૂમિના માવતર ના ઘરે આવ્યો હતો અને ઘરના સભ્યોને વાત કરેલ હતી કે હું અને ભૂમિ એક બીજાને પ્રેમ કરીએ છીએ. જો તમે ભૂમિના છૂટાછેડા કરાવી નાખો તો હું ભૂમિ સાથે લગ્ન કરી લઈશ. જેથી ઘરના સભ્યોએ પ્રશાંતને વાત કરેલ કે જો તું ભૂમિ સાથે લગ્ન કરવા માગતો હોય તો જ તેઓ ભુમિના છૂટાછેડા કરાવે. જેથી પ્રશાંતે ભૂમિ સાથે લગ્ન કરવાની હા પાડેલ હતી.અને ત્યારબાદ ભૂમિ ના ભાઈ સહિતના પરિવારજનો એ સમાજના આગેવાનોને ભૂમિ તથા પ્રશાંત ના પ્રેમ સંબંધની વાત કરી ભૂમિના છૂટાછેડા બાબતે વાત કરેલ હતી.
અને સમાજના આગેવાનોની હાજરીમાં ભૂમિના તેના પતી સાથે છૂટાછેડા કરાવેલ હતા. અને ત્યારબાદ પોરબંદર કોર્ટમાં પણ ભુમિના છૂટાછેડા કરાવેલ હતા. જે પછી પ્રશાંત ભૂમિ સાથે ફોનમાં વાત કરતો હતો.અને ક્યારેક ભૂમિને ફરવા પણ લઈ જતો હતો. પરંતુ પાંચ વર્ષ સુધી લગ્ન કર્યા ન હતા.તેના કારણે ભૂમિ ઉદાસ રહેતી હતી.ગઈ કાલે સવાર ના સમયે તેના માતાપિતા સહીત કોઈ ઘરે હાજર ન હતું. ત્યારે ભૂમિ એ પંખા સાથે ચુંદડી બાંધી આપઘાત કરી .લીધો હતો. પોલીસે પ્રશાંત સામે ભૂમિ ને મરવા માટે મજબુર કરવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે