પોરબંદરમાં એક વર્ષ પૂર્વે રીક્ષા માં બેસેલ મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી કરનાર રાજસ્થાન ની સાસુ-વહુને પોલીસે ચોપાટી નજીક થી ઝડપી લીધી છે.
પોરબંદર ના નરસંગટેકરી વિસ્તાર માં આવેલ પટેલ નગરમાં રહેતા હંસાબેન હરીશભાઈ જુંગી(ઉવ ૫૭) નામના વૃધ્ધા તા ૯-૩-૨૪ ના રોજ તેના જેઠ ની અંતિમવિધીમાં થી પરત ઘરે જવા જુના ફુવારા ખાતેથી રીક્ષામાં બેઠા હતા. ત્યારે તેઓની સાથે બીજી બે સ્ત્રીઓ પણ બાળકો સાથે રીક્ષામાં બેસી ગઈ હતી. અને તેની સાથે ત્રણ બાળકો પણ હતા.મહિલાઓ .રસ્તામાં વારંવાર હંસાબેન પીસાઈને બેસે તે રીતે ધક્કા મારતી હતી .અને એક મહિલાએ હંસાબેનના ખભા ઉપર હાથ રાખ્યો હતો. એ દરમિયાન ઓવરબ્રીજ આવી જતા તેઓ નીચે ઉતરી ગયા હતા.
અને ઘરે ગયા બાદ તેઓને ખબર પડી હતી કે ગળામાં પહેરેલો પચાસ હજાર ની કીમત નો બે તોલાનો ચેન ચોરાઈ ગયો હતો. તેથી તેઓએ તુરંત પોલીસ ફરિયાદ નોંધાવી હતી જો કે એક વર્ષ સુધી ચોરી નો ભેદ ઉકેલાયો ન હતો. ત્યારે એલ.સી.બી. ઇન્ચાર્જ પી આઈ આર.કે.કાંબરીયા અને સ્ટાફ ને ગઈકાલે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે ચોરી કરનાર બન્ને મહિલા રેખાદેવી સુનીલસિંધ મહેન્દરસિંધ ગબદુ બાગડી અને સુજાતા ઉર્ફે કાજલ રાજ સુનીલસિંધ ગબદુ બસ સ્ટેન્ડ પાછળ ચોપાટીના રસ્તા પર જઇ રહ્યા છે. આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને બે શંકાસ્પદ મહિલાઓ ચાલીને જતી હતી તેને રોકી પૂછપરછ કરતા તેઓએ ચોરી ની કબુલાત આપી હતી. આથી બન્ને ને વધુ તપાસ માટે કમલાબાગ પોલીસ ને સોપી હતી. ત્યારે પોલીસે બન્ને મહિલાઓ ની અન્ય કોઈ ગુન્હા માં સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.