પોરબંદરના ચિકાસા ગામે નદીમાં તણાતી મહીલાને એસ.આર.ડી.ના બે જવાનોએ બચાવી હતી.
પોરબંદર જિલ્લામાં ઉપરવાસ પડેલ ભારે વરસાદથી નદીઓ આવેલ ઘોડાપુર અનુસંધાને પી.સી.આર.વાન સતત નીચાણવાળા વિસ્તારો માં પેટ્રોલીંગ કરી રહી છે. તે દરમિયાન ચિકાસા ગામના મુકેશભાઇ ગોવિંદભાઇ ચૌહાણ તથા તેના પત્ની મનિષાબેન બંને ભાદર નદીમાં પોતાની નદી કાંઠે લાંગરેલ હોડી ઉપર લેવા માટે પાણીમાં ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા મનિષાબેન નદીના વેણમાં તણાવા લાગ્યા હતા.જે અંગે ચિકાસ ગામના એસ.આર.ડી. સભ્ય ભરત બાબુભાઇ ચામડીયા અને હીતેશ મુકેશભાઇ ચામડીયાને જાણ થતા તેઓ તુંરત જ દોડી આવી ભાદર નદીમાં છલાંગ લગાવી મનિષાબેનને જીવના જોખમે બહાર કાઢ્યા હતા. અને પોરબંદર સરકરી હોસ્પીટલે સારવાર માટે દાખલ કરાવી તેની જીંદગી બચાવી હતી.