Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

હથિયારધારા અને ટાડા જેવા ગંભીર ગુનાના આરોપીને સુવિધા અપાવવાના ગુન્હામાં પોરબંદર ના બે નિવૃત્ત પોલીસકર્મીઓને ત્રણ વર્ષની સજા

પોરબંદર માં ૧૯૯૯ માં ટાડા અને એક્સપ્લોઝીવ એક્ટ સહિતના ગંભીર ગુન્હા ના આરોપી ને કોર્ટે સારવાર માટે મંજુરી આપ્યા બાદ બે કોન્સ્ટેબલ દ્વારા તેને સારવાર માટે લઇ જવાના બદલે ઘરે જવાની સગવડ કરી આપવા બદલ રાણાવાવ કોર્ટે બન્ને નિવૃત કર્મચારીઓ ને ૩ વર્ષ ની સજા ફટકારી છે.

બનાવની હકીકત એવી હતી કે આ કામના આરોપી દેવાભાઇ આતીયા કેશવાલા અને લીલાભાઈ કાનાભાઈ ઓડેદરા કે જેઓ સને-૧૯૯૯માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ પોરબંદર સીટી ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટેશનના હથિયારધારા, ટાડા, એકસ્પલોઝીવ એકટ વગેરે ગંભીર પ્રકારના કેસમાં કેદી તરીકે લખમણ હરદાસ વસરા રહેલ હતા. તેઓને હૃદયરોગની સારવાર અને ઓપરેશન માટે એડી. સેસન્સ જજ કોર્ટના હુકમથી તેમને અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર લેવા માટે પરવાનગી આપવામાં આવેલ હતી.

જે આધારે તેઓને ડી.એસ.પી. પોરબંદરના હુકમ મુજબ બંને આરોપી દેવાભાઈ આતીયા કેશવાલા અને લીલાભાઈ કાનાભાઈ ઓડેદરાને ટાડાના આરોપી લખમણ હરદાસ વશરાને સારવાર માટે પોલીસ બંદોબસ્ત માટેની ફરજ સોંપવામાં આવેલ હતી. તે ટાડાના આરોપીને તા. ૭-૩-૧૯૯૯ના રોજ હાલના કેસના પોલીસ કર્મચારીઓ, આરોપીઓ બંદોબસ્ત હેઠળ જામનગર જિલ્લામાંથી સારવાર માટે લાવેલા અને ત્યાંથી આરોપી લખમણ હરદાસ વશરાને અમદાવાદ સારવારમાં લઇ જવાના બદલે તેના ઘરે રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે તા. ૭-૩-૧૯૯૯ના રાત્રે લઈ ગયેલા અને આરોપી લખમણ હરદાસ વશરાને પોલીસ બંદોબસ્ત વગર તેના મકાનમાં રેઢા મૂકીને હાલના કેસના પોલીસ કર્મચારીઓ, આરોપીઓ બહાર જતા રહેતા હતા.

અને તે સમય દરમ્યાન એલ.સી.બી. પોરબંદરના તત્કાલીન પી.આઇ. સુખદેવસિંહ ઝાલાને આ અંગે બાતમી મળતા તેઓએ પોલીસ સ્ટાફ સાથે તા. ૮-૩-૧૯૯૯ના કલાક ૧૧:૩૦ના સુમારે રાણાકંડોરણા ગામે આવી આરોપી લખમણ હરદાસના ઘરની ઝડતી તપાસ કરતા ટાડાના કામનો આરોપી લખમણ હરદાસ પોલીસ બંદોબસ્ત વગર રેઢા મળી આવેલ, જેથી તે અંગેનું પંચનામુ કરી આ આરોપી લખમણ હરદાસ વશરાનો કબ્જો લઇ પોરબંદર સેશન્સ જજની કોર્ટને તેમના હુકમનો ભંગ કર્યા બદલ તેમની પાસે રજુ રાખેલ અને તેને જામનગર જેલમાં પરત મોકલી આપેલ.

આમ, હાલના બંને આરોપીઓએ ટાડાના આરોપી લખમણ હરદાસ વશરાને અમદાવાદ સારવારમાં લઇ જવાના બદલે આરોપી લખમણ હરસાદ વશરાને ઘરે લઇ જઇ અને ટાડાના આરોપી લખમણ હરદાસ વશરાને અટકાયતની શિક્ષા ઓછી ભોગવવી પડે તેમજ તેને મનમાની કરવા માટેની તેમજ નાશી જવાની કોશિશ કરવા મદદગારી કરી અને સરકારી કર્મચારીઓને ન શોભે તેવું વર્તન કરી તેમની કાયદેસરની જાપ્તાની ફરજમાંથી ટાડાના આરોપીને રેઢો મૂકીને ગુન્હો કરતા, તે અંગેની ફરીયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા અન્ય સાહેદોના પુરાવાના આધારે તથા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર જયેશ એલ. ઓડેદરાની દલીલના આધારે આ કામના પોલીસ કર્મચારીઓ, આરોપીઓને આઈ.પી.સી. કલમ ૨૨૧માં બે વર્ષની, આઈ.પી.સી. કલમ-૨૨૨ તથા કલમ-૨૨૫(ક)માં ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા ફરમાવતો ચુકાદો જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટકલાસ, રાણાવાવના દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે