પોરબંદર ના ભાવપરા ગામ નજીક થી પોલીસે કાર માંથી ૧૨૦ બોટલ દારૂ સાથે બે શખ્સો ની ધરપકડ કરી છે.
પોરબંદર ના બગવદર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એ.એ.મકવાણા તથા સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન ભાવપરા ગામે આવેલ નવનાળા કેનાલ પાસે પહોંચતાં વડાળા ગામ તરફથી એક શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને અટકાવી ને ચેક કરતા કાર માં પ્લાસ્ટિક ના બાચકા મળી આવ્યા હતા. જે બાચકા માંથી અલગ અલગ બ્રાંડ ની ૧૨૦ બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂ ૪૦,૬૬૦ ની કીમત ની કીમત નો દારૂ અને ૧ લાખ ની કીમત ની કાર મળી કુલ રૂ.૧,૪૦,૬૬૦ નો મુદામાલ કબ્જે કરી બન્ને શખ્સો ની પૂછપરછ કરતા એક શખ્શ ભરત રમેશભાઇ રાઠવા (ઉ.વ.૨૫ રહે,રોડદા ગામ પાડીલવા ફળીયુ તા.કવાંટ) અને બીજો શખ્શ રાજન રામભાઇ ગોરાણીયા (ઉ.વ.૨૨ રહે,નારાયણ નગર રીલાયંસ પેટ્રોલ પંપ વાળી ગલી બોખીરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને શખ્સો દારૂ નો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે સહિતની પૂછપરછ હાથ ધરી છે.