પોરબંદર જીલ્લા નું બોર્ડ ની પરીક્ષા નું પરિણામ ઊંચું લાવવા જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે નવતર પ્રયાસ કરાયા છે જે અંતર્ગત ભાવસિંહજી હાઈસ્કુલ ખાતે બે દિવસીય વર્કશોપ નું આયોજન કરાયું હતું જેમાં તજજ્ઞો દ્વારા બોર્ડ ની પરીક્ષા અંગે મહત્વ ના પ્રશ્નપત્ર ના સેટ તૈયાર કરવામાં આવ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 ની પરીક્ષા સંદર્ભે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદભાઈ પરમારની પ્રેરણા અને ઇ.આઇ. નમ્રતાબેન વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના તજજ્ઞ શિક્ષકો દ્વારા તાજેતરમાં બે દિવસનો વર્કશોપ ભાવસિંહજી હાઇસ્કુલ ખાતે યોજવામાં આવેલો હતો. જેમાં દરેક વિષયના ત્રણ જેટલા તજજ્ઞ શિક્ષકો જેમાં માધ્યમિક વિભાગના 5 મુખ્ય વિષયો માટે 12 અને ઉચ્ચ માધ્યમિક વિભાગના મુખ્ય 7 જેટલા વિષયો માટે 15 જેટલા તજજ્ઞ શિક્ષકો દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં મહત્વના વિષય માટેના પુછાવાની શક્યતા વાળા અતિ મહત્વના પ્રશ્નોને ધ્યાનમાં લઇ અને બોર્ડની સૂચિત બ્લુ પ્રિન્ટ આધારિત મહત્વપૂર્ણ એવા દરેક વિષયના ત્રણ જેટલા પ્રશ્નપત્રોનો સેટ બનાવી ધોરણ 10 માટે અને ધોરણ 12 માટે એમ બે સોફ્ટ કોપી તૈયાર કરી દરેક શાળાના આચાર્ય દ્વારા વિના મૂલ્યે સમગ્ર જિલ્લાના દરેક વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે અનોખો અને સરાહનીય પ્રયોગ કરવામાં આવ્યો છે.
હાલ ધોરણ 10 અને ધોરણ 12 ની પ્રિલીમીનરી પરીક્ષા પૂર્ણ થતા હવે મોટાભાગના વિદ્યાર્થીઓ મહત્વના પ્રશ્નપત્ર નું લેખન જ્યારે કરવાના છે ત્યારે તેમના માટે એક ભાથુ કચેરી દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે જેથી પોરબંદર શિક્ષણ જગતમાં આનંદની લહેર ઊઠી છે અને શિક્ષણ જગતે આ પ્રયોગને ખૂબ જ આવકાર આપ્યો છે. આ સાથે એ પણ નોંધનીય છે કે પ્રિલિમિનરી પરીક્ષાની પહેલા જ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા કરવામાં આવી છે.
આ કચેરી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન અને નકારાત્મક મનોવલણ કે જે આત્મહત્યા તરફ પ્રેરે છે તેવા નકારાત્મક ભાવોને દૂર કરી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત કરી તેમનામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કરી સફળતાપૂર્વક બોર્ડની પરીક્ષા પાસ કરી શકે તે માટે તેઓને તૈયાર કરવાના હેતુથી મનોવિજ્ઞાન વિષયના તજજ્ઞોની ટીમ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે તે માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન સંપૂર્ણપણે વિનામૂલ્યે સેવા આપે છે.
આપ આ સાથે આપેલ તજજ્ઞોના નંબર પર સંપર્ક કરી શકો છો અને જરૂર પડે તો શાળાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે તેઓના વ્યાખ્યાનનું પણ આયોજન કરી શકાય છે.
વિદ્યાર્થીઓએ આ માટે નીચેના મોબાઇલ નંબર પર સંપર્ક કરવો.
1 ડૉ. જીજ્ઞેશભાઈ પ્રશ્નાણી
M.A, M.Ed., Ph.D. (Psy.)
આચાર્ય, શ્રી એમ એમ વી હાઈસ્કૂલ, મોકર
મો. 98243 64362
2 આશાબેન જોશી
M.A , B.Ed. (Psy.)
મદદનીશ શિક્ષક, શ્રી બાલુબા કન્યા વિદ્યાલય, પોરબંદર
Mo. 9925646713
3 આશાબેન પ્રજાપતિ
M.A , B.Ed. (Psy.)
મદદનીશ શિક્ષક, શ્રી એ એન કે મહેતા હાઈસ્કૂલ, ફટાણા
Mo. 8980382830
4 ડૉ. પ્રીતિબેન ટી. કોટેચા
M.A, (Psy.), B.Ed.,Ph.D.
આચાર્યા, શ્રી રૂપાળીબા કન્યાશાળા, પોરબંદર
મો. 90334 81803
આમ જિલ્લા શિક્ષણ અધિકારીના આ બંને પ્રયાસો પોરબંદર જિલ્લાના વિધાર્થીઓના પરિણામની સુધારણા માટે પણ ખૂબ ઉપયોગી નિવડશે તેવી શ્રદ્ધા શિક્ષણ જગતના તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.